Diwali October 2022 હિંદુઓન મુખ્ય તહેવાર દિવાળીના લોકોને ખૂબ આતુરતાથી રાહ જુએ છે. દીવાઓના આ તહેવાર લોકો માટે ખુશીઓ લઈને આવે છે. ધનતેરસથી દિવાળીની શરૂઆત થઈ જાય છે. તે પછી નાની પછી મોટી દિવાળી ઉજવે છે. પણ આ વખતે એવુ સંયોગ બની રહ્યુ છે કે નાની અને મોટી દિવાળી એક સાથે
ઉજવાશે.
બની રહ્યો છે સંયોગ
કાર્તિક કૃષ્ણ ચતુર્દશીના દિવસે દિવાળી ઉજવાશે. જ્યારે કાર્તિક કૃષ્ણ અમાસના દિવસે દિવાળી ઉજવે છે. પણ આ વર્ષે ચતુર્દશી અને અમાસ બન્નેનો સંયોગ બની રહ્યુ છે નાની દિવાળીના દિવસે જ દિવાળી પણ ઉજવાશે.
એક જ દિવસે બંને દિવાળી
ધનતેરસની વાત કરીએ તો આ વખતે તે 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જ્યારે 24 ઓક્ટોબરે નાની સાથે બડી દીપાવલી પણ ઉજવવામાં આવશે. હવે આ વાત દરેકના મનમાં આવતી જ હશે કે એવું કેમ થઈ રહ્યું છે કે બંને દિવાળી એક જ દિવસે પડી રહી છે.
આ સમયે અમાવસ્યા તિથિ શરૂ થશે
આ વખતે કારતક કૃષ્ણ ચતુર્દશી તિથિ 23 ઓક્ટોબરની સાંજે 6.04 કલાકે શરૂ થશે અને ચતુર્દશી 24 ઓક્ટોબરની સાંજે 5:28 વાગ્યા સુધી ચાલશે. અમાવસ્યા તિથિ 24મીએ જ સાંજે 5.28 વાગ્યાથી શરૂ થશે, જે 25મી ઓક્ટોબરે સાંજે 4.19 વાગ્યા સુધી રહેશે.