Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2021 - ધનતેરસની પૌરાણિક કથા

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (19:06 IST)
દિવાળી એ ખુબ જ ધામધૂમ થી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો તહેવાર છે દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત અગિયારસ ના રોજ થી થઈ જાય છે ત્યારબાદ વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ તહેવારો ની ઉજવણી કરવા માં આવતી હોય છે.આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. શાસ્ત્રો મુજબ ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરિ નો જન્મ થયો હતો. માટે પણ આ દિવસ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.
 
ધનતેરસ ના સાથે ધનવંતરીનો જન્મ તથા ધન તેરસ શા માટે કહેવામાં આવે છે તેના વિશે ની સંપૂર્ણ માહિતી અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા તથા શાસ્ત્રો ના આધારે જોડાયેલી કથા નીચે આપવામાં આવી છે.
 
પૌરાણિક કથા 
 
એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા - નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ?
 
યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યુ હતુ.
 
એવી શુ ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યુ - મહારાજ, હંસ નામનો રાજા હતો, જે એક દિવસ શિકાર કરવા ગયો, ત્યારે પોતાના સાથીયોથી અલગ પડી ગયો. અને બીજા રાજયની સીમામાં જતો રહ્યો. ત્યાના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યુ.
 
તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષિયોનું કહેવુ હતુ કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મુકવામાં આવ્યો. તેના પર સ્ત્રીયોની છાયા પણ પડવા દેવામાં આવતો નહોતો. 
 
પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યા, અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાંપી ઉઠ્યુ. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ વધુ આકર્ષક હતા.
 
યમરાજ દ્રવિત થઈને બોલ્યા - શુ કરીએ ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યુ કે મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો ?
 
યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતાં કહ્યુ કે - ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો.
 
આ ઘટના પછી ધનતેરસના દિવસે ધનવંતરિ પૂજન સાથે દીપદાનની પ્રથા શરૂ થઈ.
 
શા માટે કહેવાય છે ધનતેરસ?:
શ્રીમદ ભાગવત કથા અનુસાર સતયુગ માં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.
 
જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું. ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે ત્રણ ડગલા ધરતી માગી.
 
ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગ પૃથ્વી પર, બીજો પગ અંતરિક્ષ માં મૂક્યો પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યું. જેના કારણે તે સીધો પાતાળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ-પાઠ મળી ગયા.
 
રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments