Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ ગાંગુલી માટે 2024 લકી સાબિત થશે, ગાંગુલીની કરશે બરાબરી અને ગાવસ્કર-રિચર્ડ્સને છોડશે પાછળ

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (12:31 IST)
Hightlights  
 
- વિરાટ સૌરવ ગાંગુલીનો 113 ટેસ્ટ મેચ રમવાના રેકોર્ડની બરાબરી પર 
- વિરાટ  જો આ વર્ષે 15 ટેસ્ટ મેચ રમશે તો સુનીલ ગાવસ્કર, વિવિયન રિચર્ડ્સ, જાવેદ મિયાદાંદ છોડશે પાછળ 
Virat will equal Ganguly today in Test match
Virat Kohli Record -  વિરાટ કોહલી હવે પોતાના કરિયરના એ મુકામ પર છે, જ્યા તેઓ દર મેચમાં કોઈને કોઈ રેકોર્ડ બનાવી રહ્યા છે. ભારત દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ પણ આવી જ છે. જેમા વિરાટ અનેક રેકોર્ડ પોતાને નામ કરી શકે છે કે અનેક દિગ્ગજોને પાછળ છોડી શકે છે. આવો જ એક રેકોર્ડ સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો છે. વિરાટ કોહલી બુધવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જેવા જ મેદાનમાં ઉતરશે તે સૌરવ ગાંગુલીના 113 ટેસ્ટ મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી લેશે. સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ તો વિરાટથી હાલ ખૂબ દૂર છે. સચિન તેદુલકરના 200 ટેસ્ટ રમવાનો વિશ્વ રેકોર્ડ સુધી વિરાટ પહોચી શકશે કે નહી એ તો આવનારો સમય બતાવશે. પણ એક વાત નક્કી છે કે તેઓ વધુ ટેસ્ટ રમવાના મામલે 2024માં અનેક દિગ્ગજોને પાછળ છોડવાના છે.  
 
વિરાટ કોહલી અત્યાર સુધી 113 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. કૈપટાઉનમાં રમવામાં આવનારા મુકાબલામાં વિરાટની 113મી ટેસ્ટ રહેશે. વર્તમાન સમયમાં ફક્ત બે એક્ટિવ ક્રિકેટર એવા છે જેમણે વિરાટ કોહલી કરતા વધુ ટેસ્ટ મેચ રમી છે. આ ખેલાડી બીજુ કોઈ નહી પણ ઈગ્લેંડના જો રૂટ (135) અને ઓસ્ટ્રેલિયાના નાથન લાયન (125) છે. જો આપણે ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો વિરાટ કોહલી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે 45માં નંબર પર છે. 
 
વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે સૌરવ ગાંગુલી(113) અને ડેનિયલ વેટોરી(113) બરાબરી પર છે. આ રીતે એબી ડિલિવિયર્સ અને કૉલિન કાઉડ્રે  114-114 ટેસ્ટની સાથે બરાબરી પર છે. માઈકલ ક્લાર્ક અને માઈક આથર્ટને 115-115 ટેસ્ટ મેચ રમી છે. દિલીપ વેંગસરકર અને ડેસમેંડ હૈસ (116)બરાબરી છે. વિરાટ કોહલી ફેબ્રુઆરી 2024 ખતમ થતા સુધી ગાંગુલી ઉપરાંત, ડિવિલિયર્સ, ક્રાઉડે, ક્લાર્ક, આથર્ટન, વેંગસરકર અને હૈસને પાછળ છોડી શકે છે. 
 
જેવુ કે તમે જાણો છો કે ભારત આ વર્ષે 15 ટેસ્ટ મેચ રમશે. જો વિરાટ આ બધી મેચ રમશે તો સુનીલ ગાવસ્કર (125), જાવેદ મિયાદાંદ (124), હાશિમ અમલા (124) અને ગ્લેન મૈક્ગ્રા (124) ને પણ પાછળ છોડી દેશે. વિવિયન રિચર્ડ્સ (121), ઈંઝમામ ઉલ હક (120) જેવા દિગ્ગજ પણ  વિરાટથી પાછળ છૂટી જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments