Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલી માટે દિવાનગી... 15 હજાર ફેંસ સવારે 3 વાગ્યાથી લાઈનમાં, કિંગ કોહલીનુ આવુ સ્ટારડમ જોયુ નહી હોય

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (13:21 IST)
Virat Kohli ranji trophy 2025: ભારતમાં જો ક્રિકેટ ધર્મ છે તો વર્તમાન સમયમાં વિરાટ કોહલી તેના ભગવાન છે. કોહલીને લઈને ફેંસની કેવી દિવાનગી છે.. આ કોઈનાથી છિપાયુ નથી. તેની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જુએ છે. આવી જ કેટલીક બેકરારી તેને રણજી ટ્રોફી કમબેકને લઈને પણ જોવા મળી.  2012 પછી કોહલી પહેલીવાર દિલ્હીના રણજી ટ્રોફી મેચમાં ઉતર્યા છે. આ ક્ષણના સાક્ષી બનવા માટે સવારથી જ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ પર હજારોની સંખ્યામાં ફેંસ પહોચી ગયા હતા.  

<

SCHOOL KIDS ARRIVED TO WATCH VIRAT KOHLI. ( Vipul Kashyap). pic.twitter.com/S8eDnbC7r6

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025 >
 
કોહલી માટે સવારે 3 વાગ્યાથી જ સ્ટેડિયમની બહાર ફેંસની લાઈન લાગેલી હતી.  જ્યારે કે આ મેચ માટે ddca એ  કોઈ ટિકિટ રાખી નહોતી. તેમ છતા લોકોને એવુ લાગી રહ્યુ હતુ કે ક્યાક તેઓ ભીડને કારણે કોહલીને જોવાનુ ચુકી ન જાય તેથી તેઓ સવારે 3 વાગ્યાથી જ સ્ટેડિયમ બહાર લાઈનમાં લાગી ગયા હતા.  સવાર થતા થતા આ લઈન અનેક કિલોમીટર લાંબી થઈ ગઈ.  શાળાના બાળકો પણ કોહલીને સ્ટેડિયમમાં રમતો જોવા માટે મોટી સંખ્યામાં પહોચ્યા. 

<

This is what GENUINE fan following looks like. No PR, no Paid Trolls, rote raho haters #ViratKohli pic.twitter.com/A55rqBa1er

— Sushant Mehta (@SushantNMehta) January 30, 2025 >
 
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચે રમાય રહેલી આ મેચના પહેલા દિવસે લગભગ 15 હજાર દર્શક સ્ટેડિયમમાં હાજર હતા. આ કારણે ડીડીસીએને સુરક્ષાની વધુ વ્યવસ્થા કરવી પડી. તેમ છતા એક ફેન મેચ દરમિયાન કોહલીના પગે પડવા સુધી પહોચી ગયો. 
 
કોહલી ની દિવાનગી ફક્ત સ્ટેડિયમ સુધી નથી. પણ કોટલા સ્ટેડિયમ સુધી આવનારી દિલ્હી મેટ્રોની વાયલટ લાઈન સર્વિસમાં પણ દરેક મેટ્રોમાં કોહલી-કોહલી અવાજ સંભળાય રહ્યો હતો. કોહલીને જોવા માટે ફક્ત દિલ્હીથી જ નહી પણ મેરઠ સોનીપત અને આસપાસના અનેક જીલ્લામાંથી ફેંસ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ પહોચ્યા હતા.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

Moral Story- 19 ઉંટની વાર્તા

Baby Names on Shiva- ભોળાનાથના ના પર રાખો બાળકોના નામ

આલિયા ભટ્ટને ટામેટાંનું શાક ગમે છે, તમે પણ મસાલેદાર શાક ટ્રાય કરો.

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

આગળનો લેખ
Show comments