Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 બોલમાં એક પણ બાઉન્ડ્રી ન આવી - શુભમન ગિલે બતાવ્યું RCB સામે ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

Shubman Gill
આઈપીએલ 2026 ની 34મી મેચમાં ગુજરાત ટાઇટન્સને આરસીબી સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતા, ગુજરાત ટાઇટન્સને આરસીબી માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો. ગુજરાત માટે સાઈ સુદર્શને સદી ફટકારી, પરંતુ બાકીના બેટ્સમેન અંતિમ ઓવરોમાં મોટા શોટ ફટકારવામાં નિષ્ફળ ગયા. મેચ બાદ, જીટીના કેપ્ટન શુભમન ગિલે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. તેમનું માનવું છે કે તેમની ટીમ મેચ હારી ગઈ કારણ કે તેઓ ત્રણ ડેથ ઓવરમાં એક પણ બાઉન્ડ્રી ફટકારવામાં નિષ્ફળ ગયા.
 

RCB સામે મેચ હાર્યા બાદ શુભમન ગિલે શું કહ્યું ?  

 
શુભમને વોશિંગ્ટન સુંદરનો કેચ છોડવા વિશે પણ વાત કરી. વિરાટ આ મેચમાં શૂન્ય રન પર આઉટ થઈ શક્યો હોત, પરંતુ લાઈફલાઈન મળ્યા પછી, તેણે 44 બોલમાં 81 રનની ઇનિંગ રમી. શુભમને મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું, "મને લાગે છે કે, 16મી થી 19મી ઓવર સુધી, તે ત્રણ ઓવરમાં, અમે કોઈ બાઉન્ડ્રી ફટકારી શક્યા નહીં અને અમે ઇચ્છતા હતા તેટલા રન બનાવી શક્યા નહીં. મને લાગે છે કે તે ત્રણ ઓવર અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મારો મતલબ છે કે, પાવરપ્લેના અંતે, મને લાગે છે કે અમે સારી સ્થિતિમાં હતા. મધ્ય ઓવરો અને ડેથ ઓવરોમાં રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ હતું, પરંતુ મને લાગે છે કે અમે આ મેચમાં તે યોગ્ય રીતે કરી શક્યા નહિ"
 

વિરાટ કોહલીનો કેચ છોડવો GT ને મોંઘો પડ્યો 

 
વિરાટ કોહલીના ડ્રોપ કેચ અંગે શુભમને કહ્યું, "જ્યારે કોઈ ફિલ્ડર કેચ ડ્રોપ કરે છે, ત્યારે ફિલ્ડર માટે વાપસી કરવી હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ મને લાગે છે કે તમે રમતમાં કેવી રીતે પાછા ફરો છો તે મહત્વપૂર્ણ છે, અને બોલિંગ કરતી વખતે અમારી પાસે વાપસી કરવાની તક હતી, પરંતુ મને નથી લાગતું કે અમે સતત લેન્થ બોલ ફટકારી શક્યા,  આ વિકેટ પર મોટા શોટ મારવા  મુશ્કેલ હતા. પરંતુ જેમ મેં કહ્યું, અમે યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરી નહી, અને વિરોધી બેટ્સમેનોએ તેનો ફાયદો ઉઠાવ્યો, અને અમે છેવટે હારી ગયા."
 

શુભમને સુદર્શનનાં કર્યા વખાણ 
 

સાઈ સુદર્શનની સદી અંગે ગિલે કહ્યું, "છેલ્લા કેટલાક મેચોમાં તે જે રીતે રમ્યો તેનાથી હું ઘણો નારાજ હતો, પરંતુ મને લાગે છે કે તેણે સારી રીતે કવરઅપ કર્યું. પરંતુ આગામી મેચમાં, આશા છે કે, તે મને પાવરપ્લેમાં થોડી વધુ સ્ટ્રાઈક આપશે." સાઈ સુદર્શને આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને 58 બોલમાં 100 રન બનાવ્યા બાદ આઉટ થયો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. ગિલે આ મેચમાં 24 બોલમાં 32 રન બનાવ્યા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Heat wave - સૂકા પવનો ફૂંકાતા રાજ્યમાં ગરમીનો પ્રકોપ; રાજકોટ 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, જાણો તમારા શહેરની સ્થિતિ