Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય ક્રિકેટ ટીમના 'ગબ્બર' શિખર ધવને કરી કરી સન્યાસની જાહેરાત, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટને કહ્યું અલવિદા

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2024 (09:24 IST)
ભારતીય ક્રિકેટ ટીમના સફળ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેનોમાંના એક અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો એક ભાગ શિખર ધવને 24 ઓગસ્ટની સવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. વીડિયો પોસ્ટ કરતી વખતે શિખર ધવને કેપ્શનમાં લખ્યું કે હવે હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું. હું મારી સાથે અગણિત યાદો લઈને જાઉં છું.તમારા બધા પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ! તમને જણાવી દઈએ કે ધવનની ગણતરી વિશ્વ ક્રિકેટના સફળ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. તે છેલ્લે વર્ષ 2022માં બાંગ્લાદેશ પ્રવાસ પર રમાયેલી ODI શ્રેણીમાં ભારતીય ટીમ માટે રમ્યો હતો.
 
આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે માત્ર યાદો જ દેખાય છે.
શિખર ધવને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરવાની સાથે પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું કે આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને માત્ર યાદો જ દેખાય છે અને જ્યારે હું આગળ જોઉં છું ત્યારે હું આખી દુનિયા જોઈ શકું છું. ભારત માટે રમવાનું મારું હંમેશા એક જ લક્ષ્ય હતું અને તે થયું જેના માટે હું ઘણા લોકોનો આભાર માનું છું.  સૌ પ્રથમ, મારો પરિવાર, મારા બાળપણના કોચ તારક સિંહાજી અને મદન શર્માજી જેમના માર્ગદર્શન હેઠળ હું ક્રિકેટ શીખ્યો હતો. પછી મારી ટીમ જેની સાથે હું વર્ષો સુધી રમ્યો જ્યાં મને મારો પરિવાર મળ્યો અને તમને લોકોનો સપોર્ટ અને પ્રેમ મળ્યો. કહેવાય છે કે વાર્તામાં આગળ વધવા માટે પાનાં ફેરવવાં પડે છે, એટલે હું પણ એ જ કરવાનો છું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. જ્યારે હું મારી ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું, ત્યારે મને રાહત થાય છે કે મેં મારા દેશ માટે ઘણું રમ્યું છે. મને આ તક આપવા બદલ હું બીસીસીઆઈ અને ડીડીસીએનો અને મારા બધા ચાહકોનો આભાર માનું છું જેમણે મને ખૂબ પ્રેમ કર્યો

<

As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! pic.twitter.com/QKxRH55Lgx

— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024 >
આવું રહ્યું શિખર ધવનનું કરિયર 
શિખરે 2011માં શ્રીલંકા સામે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તેને 2013માં ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી. ધવને 34 ટેસ્ટમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે. 167 ODI મેચોમાં 44.11ની એવરેજથી 7436 રન બનાવ્યા. તે જ સમયે, 68 T-20 મેચોમાં, તેણે 27.92 ની સરેરાશથી 1759 રન બનાવ્યા છે.
 
શિખરે 2010માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2011માં શ્રીલંકા સામે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે ટેસ્ટમાં તેને વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી હતી. શિખરે અત્યાર સુધી રમાયેલી 34 ટેસ્ટમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે. જ્યારે 167 ODI મેચોમાં તેણે 44.11ની એવરેજથી 7436 રન બનાવ્યા હતા. તે જ સમયે, 68 T-20 મેચોમાં, તેણે 27.92 ની સરેરાશથી 1759 રન બનાવ્યા છે.
 
ધવન 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો
શિખર IPLની પ્રથમ સિઝનથી જોડાયેલો છે. નિવૃત્તિની ઘોષણા કરતી વખતે તેણે IPL રમવા કે ન રમવા અંગે કંઈ કહ્યું ન હતું, જેનાથી લાગે છે કે તે IPL રમવાનું ચાલુ રાખી શકે છે. 2008ની પ્રથમ સિઝનમાં, તેણે રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી માટે તેની પ્રથમ મેચ રમી હતી. છેલ્લી મેચ પંજાબ કિંગ્સ દ્વારા 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ સિઝનમાં તે ઈજાના કારણે ઘણી મેચ રમી શક્યો નહોતો.

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments