Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીત પછી પણ ઋષભ પંત પર આવી આફત, BCCI એ આપી આ ભૂલની સજા, ઠોક્યો લાખોનો દંડ

Webdunia
શનિવાર, 5 એપ્રિલ 2025 (12:30 IST)
મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ જીત નોંધાવ્યા પછી લખનૌ સુપર જાયંટ્સના કપ્તાન ઋષભ પંતને મોટો ઝટકો લાગ્યો છે. બીસીસીઆઈએ પંત પર મોટો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત LSG ના બોલર દિગ્વેશ સિંહ રાઠી પર પણ ફાઈન લાગ્યો છે. કપ્તાન ઋષભ પંત પર સ્લો ઓવર રેટને કારણે 12 લાખ રૂપિયાનો ફાઈન લાગ્યો છે. બીજી બાજુ દિગ્વેશ રાઠી પર મેચના 50 ટકા દંડ લાગ્યો છે. તેમણે બોલિંગ દરમિયાન બેટ્સમેનને આઉટ કર્યા બાદ અલગ અંદાજમાં જીત સેલીબ્રેટ કરી હતી. 
 
ઋષભ પંતને લઈને આઈપીએલે જાહેર કરી પ્રેસ રિલીઝ 
આઈપીએલ તરફથી રજુ પ્રેસ રીલીઝમાં બતાવ્યુ કે લખનૌ સુપર જાયંટ્સના કપ્તાન ઋષભ પંત પર શુક્રવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌમાં મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2025ના 16મી મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બનાવી રાખવા માટે દંડ લગાવ્યો છે. જો કે આ આઈપીએલ આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 ના હેઠળ તેમની ટીમનો આ સીજનનો પહેલો અપરાધ હતો. જે ન્યૂનતમ ઓવર ગતિ અપરાધો સાથે સંબંધિત છે. તેથી ઋષભ પંત પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.  
 
દિગ્વેશ રાઠીને મલી ડિમેરિટ પોઈંટ 
લખનૌ સુપર જાયંટ્સના બોલર દિગ્વેશ સિંહ રાઠીને પણ સેલીબ્રેટ કરવુ મોંઘુ પડ્યુ. શુક્રવારે લખનૌ સુપર જાયંટ્સ અને મુંબઈ ઈંડિયંસ મેચ દરમિયાન રમાયેલા મુકાબલા દરમિયાન દિગ્વેશે આઈપીએલ આચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યુ. આ માટે તેમના પર મેચ ફી ના 50  ટકાનો દંડ લગાવ્યો છે. આ સીઝનમાં અનુચ્છેદ 2.5 હેઠળ તેમના બીજા લેવલ 1 અપરાધ એક હતો અને તેથી તેમને બે ડિમેરિટ અંક પણ મળ્યા છે. આ સીઝનમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં તેમને એક ડિમેરિટ અંક મળ્યો હતો.   આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘન માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બાઘ્યકારી હોય છે. 
 
LSG vs MI મેચની હાલત 
મુંબઈ અને લખનૌ વચ્ચે રમાયેલ મુકાબલાની વાત કરીએ તો LSG એ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ પર 203 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી ઓપનિંગ બેટ્સમેન મેચેલ માર્શે 31 બોલમાં 60 રન બનાવ્યા. એડન માર્કરમએ પણ હાફ સેંચુરી લગાવી. તેઓ 38 બોલમાં 53 રન બનાવીને આઉટ થયા. 204 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈંડિયંસે 20 ઓવરમાં 5 વિકેટ પર 191 રન બનાવ્યા અને 12 રનથી મુકાબલો હારી ગઈ.  મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. બોલિંગમાં મુંબઈ ઈંડિયંસ તરફથી હાર્દિક પાંડ્યાએ 5 વિકેટ લીધી હતી.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments