- અનિરુદ્ધ સિંહે તાજેતરમાં દૈનિક ભાસ્કરમાં ઈન્ટરવ્યુ આપ્યો
- પુત્રવધૂ રીવાબા પર ઘણા મોટા આરોપો લગાવ્યા
- રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો
Ravindra Jadeja Team India: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં દૈનિક ભાસ્કરમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. જાડેજાના પિતાએ તેમની વહુ પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. પરંતુ આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો પાયાવિહોણી છે. જાડેજાએ લખ્યું કે એવી ઘણી વસ્તુઓ છે જે હું સોશિયલ મીડિયા પર લખવાનું પસંદ નહીં કરું.
ઉલ્લેખનીય છે કે દૈનિક ભાસ્કરે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો છે. જેમાં જાડેજાના પિતાએ તેમની પત્ની રીવાબા જાડેજા પર અનેક આરોપો લગાવ્યા છે. ઈન્ટરવ્યુ અનુસાર અનિરુદ્ધ સિંહે કહ્યું કે તેમના પુત્ર રવિન્દ્ર જાડેજા અને રીવાબા સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેઓ તેમનાથી અલગ રહે છે. આ સાથે આ ઈન્ટરવ્યુમાં બીજી ઘણી મોટી વાતો લખવામાં આવી છે. જેમાં જાડેજાના પિતાએ તેમની પત્ની રીવાબા પર મેલીવિદ્યાનો આરોપ પણ લગાવ્યો છે. આ અંગે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી છે.
જાડેજાએ એક્સ પર એક પોસ્ટ શેયર કરી છે. તેમા તેમણે ગુજરાતીમાં લખ્યુ, 'ઈંટરવ્યુમાં કહેવામાં આવેલી બધી વાતો વાહિયાત અને ખોટી છે. મારી અને મારી પત્નીની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મારે પણ ઘણુ બધુ કહેવુ છે પણ હુ એ બધુ સાર્વજનિક રૂપે નહી કહુ.
ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જડેજા હાલ આ સમયે પોતાના ઘરેથી દૂર રહે છે. તેઓ ભારત માટે ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં રમ્યા હતા. પણ બીજા મુકાબલામાં વાગવાથી બહાર રહ્યા. જો કે જડેજા ત્રીજી ટેસ્ટ માટે ફરીથી ટીમમાં જોડાય શકે છે.