Webdunia - Bharat's app for daily news and videos

Install App

ODI વર્લ્ડકપ 2023 ની ટિકિટ કેવી રીતે બુક કરાવશો ? તારીખથી લઈને સમય સુધી જાણો સંપૂર્ણ માહિતી

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (15:25 IST)
વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર થઈ રહી છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટના મહાકુંભ માટે બધી ટીમો ખૂબ વધુ ઉત્સાહિત છે.  આ ટૂર્નામેંટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.  ટીમ ઈંડિયા 8 ઓક્ટોબરના રોજ પોતાનો પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. જો તમે ક્રિકેટ ફેંસ છો અને સ્ટેડિયમમા જઈને મેચ જોવા માંગો છો તો ટિકિટના વેચાણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. 
 
વનડે વર્લ્ડ કપ માટે અહીથી ટિકિટ બુક કરાવી શકો છો 
બીસીસીઆઈએ ICC વનડે વર્લ્ડ કપ  2023 માટે ટિકટિંગ પ્લેટફોર્મના રૂપમાં BookMyShowની જાહેરાત કરી છે. ફેંસ 24 ઓગસ્ટથી ટિકિટ બુક કરાવી શકે છે. વનડે વર્લ્ડ કપ 2023માં 10 પ્રેકટિસ મેચ સહિત કુલ 58 મુકાબલા દેશના 12 શહેરોમા રમાશે. વનડે વર્લ્ડ કપમાં ભાગ લેનારી બધી ટીમો 2-2 વોર્મ અપ મેચ રમશે. બધીમેચો માટે ટિકિટ બુક કરવા માટે 10 ફેઝ રાખવામાં આવ્યા છે.  જે ફેંસ પાસે માસ્ટરકાર્ડ છે તેમને 24 કલાક પહેલા ટિકિટ બુક કરવની સુવિદ્યા રહેશે. 
 
વિશ્વ કપ 2023 માટે ટિકિટ કેવી રીતે અને ક્યારે બુક કરી શકાય છે તેના વિશે.. 
 
24 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી: માસ્ટરકાર્ડ પ્રી-સેલ - વોર્મ-અપ ગેમ્સ સિવાય તમામ બિન-ભારતીય ઇવેન્ટ મેચો
 
29 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી: માસ્ટરકાર્ડ પ્રી-સેલ - વોર્મ-અપ ગેમ્સ સિવાય તમામ ભારતીય મેચો
 
14મી સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યાથી: માસ્ટરકાર્ડ પ્રી-સેલ - સેમી-ફાઇનલ અને ફાઇનલ
 
બધા ફેંસ  માટે ટિકિટનું વેચાણ નીચેના સ્ટેપ મુજબ  અલગ કરવામાં આવ્યું છે
 
25 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી: બિન-ભારતીય વોર્મ-અપ મેચો અને તમામ બિન-ભારતીય ઇવેન્ટ મેચો
 
30 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં યોજાનારી મેચો માટે ટિકિટનું વેચાણ શરૂ થશે.
 
31 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થશે.
 
1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં યોજાનારી મેચની ટિકિટોનું વેચાણ શરૂ થશે.
 
2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં બેંગલુરુ અને કોલકાતામાં યોજાનારી મેચની ટિકિટોનું વેચાણ શરૂ થશે.
 
3 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી: ભારતની અમદાવાદ મેચની ટિકિટ (IND vs PAK ઓક્ટોબર 14)
 
15 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી: સેમી-ફાઇનલ અને ફાઇનલ ટિકિટનું વેચાણ શરૂ થશે
 
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે માસ્ટરકાર્ડ વાળા ફેંસ માટે   29 ઓગસ્ટથી અને અન્ય તમામ ફેંસ માટે 2 સપ્ટેમ્બરથી શરૂ થશે.
 
ટિકિટ વેચાણની જાહેરાત પર બોલતા, BCCIના વચગાળાના CEO હેમાંગ અમીને કહ્યું કે અમે ICC મેન્સ ODI વર્લ્ડકપ 2023 ની નિકટ પહોચી રહ્યા છે, જે આ વર્ષના આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં એક ટોચની ઘટના છે, અમે ટિકિટિંગ પ્લેટફોર્મ તરીકે બુકમાયશો અનાવરણ કરવા માટે રોમાંચિત છીએ.  અતૂટ આત્મવિશ્વાસ સાથે, અમે એક સહજ ટિકટિંગ અનુભવની આશા કરીએ છીએ. જેનો ઉદ્દેશ્ય ફેન ફેંસને ઓન-ફીલ્ડ મુકાબલા સુધી પહોચ પ્રદાન કરવાની છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments