rashifal-2026

Kanpur Test- ભારતે પહેલી ઇનિંગમાં માત્ર ત્રણ જ ઓવરમાં 50 રન બનાવ્યા

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (18:02 IST)
Kanpur Test Match= બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટમૅચમાં ભારતીય ટીમે વિશ્વ રેકૉર્ડ બનાવ્યો છે. ભારતે પહેલી ઇનિંગમાં માત્ર ત્રણ જ ઓવરમાં 50 રન બનાવ્યા છે. આ ટેસ્ટમૅચોમાં કોઈ પણ ટીમ તરફથી સૌથી ઝડપી અર્ધસદી છે.
 
કૅપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલે મળીને આ રેકૉર્ડ બનાવ્યો છે. વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ 233 રન બનાવી આઉટ થઈ ગઈ.
 
રોહિત શર્માએ 11 બૉલમાં 23 રન બનાવ્યા. આ પહેલા ટેસ્ટમૅચમાં સૌથી ઝડપી અર્ધસદી બનાવવાનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના નામે હતો. ઇંગ્લૅન્ડે 4.2 ઓવરમાં અર્ધસદી પૂર્ણ કરી હતી.
 
બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હકે 107 રન બનાવ્યા જ્યારે કે કૅપ્ટન શાંતોએ 21 રનનું યોગદાન આપ્યું.
 
સૌથી વધુ વિકેટ ભારત તરફથી જસપ્રીત બુમરાહે લીધી. તેમને ત્રણ વિકેટ મળી. જ્યારે કે મોહમ્મદ સિરાઝ, આર, અશ્વિન, અને આકાશદીપને બે-બે વિકેટ મળી. રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી. આ સાથે જાડેજા ટૅસ્ટ મૅચમાં કુલ ત્રણસો વિકેટ લેનાર ખેલાડી બન્યા.
 
પહેલી ટેસ્ટ મૅચ જીતીને ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

આગળનો લેખ
Show comments