Webdunia - Bharat's app for daily news and videos

Install App

WI vs IND: સિલેક્શન ન થતા સરફરાજનું છલકાયુ દુઃખ, શેયર કરી ઈમોશનલ પોસ્ટ

Webdunia
શનિવાર, 24 જૂન 2023 (12:57 IST)
Sarfaraz Khan
Sarfaraz Khan: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટેસ્ટ ટીમ (Indian Cricket Test Team Sarfaraz Khan) ની જાહેરાત કરવામાં આવી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરનાર સરફરાઝ ખાન(Sarfaraz Khan News)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જે બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે છે, જ્યારે સરફરાઝે ટીમની પસંદગી બાદ પ્રતિક્રિયા આપતા સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે  જેવા  જ ટીમ સિલેક્શનના સમાચાર આવ્યા અને સરફરાઝને ફરીથી સામેલ કરવામાં આવ્યો નથી, ત્યારે આ યુવા ક્રિકેટરે ઈન્સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી.   સરફરાઝે શેર કરેલી પોસ્ટમાં, તેણે નેટની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું 'વન લવ', આ પોસ્ટની સાથે ફિલ્મ લક્ષ્યનું ટાઈટલ ટ્રેક પણ બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. આમ કરીને સરફરાઝે ફરી એકવાર કહેવાની કોશિશ કરી છે કે તે હાર નહીં માને અને મહેનત કરતો રહેશે. સરફરાઝની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે, લોકો માને છે કે એક દિવસ તમને ચોક્કસ તક મળશે.
 
જણાવી દઈએ કે સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે, ખાસ કરીને રણજી ટ્રોફીમાં સરફરાઝે શાનદાર બેટિંગ કરી છે. સરફરાઝે અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3505 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 13 સદી અને 9 અડધી સદી સામેલ છે. સરફરાઝની ફર્સ્ટ ક્લાસમાં સરેરાશ 80ની આસપાસ છે. તે જ સમયે, છેલ્લી 3 રણજી સિઝનમાં, સરફરાઝે 100 ની એવરેજથી રન બનાવીને પોતાને સાબિત કર્યું છે. પરંતુ આ પછી પણ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી.
 
સરફરાઝની ટીમમાં પસંદગી ન થતાં સુનીલ ગાવસ્કર પણ ભડકી ગયા છે. સ્પોર્ટ્સ ટાક પર વાત કરતા ગાવસ્કરે કહ્યું, 'જો ટીમની પસંદગી આઈપીએલના પ્રદર્શનને જોઈને કરવી હોય રણજી ટ્રોફી બંધ કરી દેવી જોઈએ. સરફરાઝે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવ્યા છે, હવે તેને ટીમમાં સ્થાન મેળવવા શું કરવું પડશે. ભલે તેનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ ન થાય, પણ તે ટીમમાં પસંદ થવાને લાયક છે. ગાવસ્કરે સીધું કહ્યું કે પસંદગીકારોએ તેમની સાથે વાત કરવી જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે તેમના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને તેમાં રસ છે.
 
ટેસ્ટ ટીમ:
 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષુલ પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments