Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ ધાકડ બોલરે જયસ્વાલને કર્યો રિપ્લેસ

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ ધાકડ બોલરે જયસ્વાલને કર્યો રિપ્લેસ
, બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (00:18 IST)
Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેંસ માટે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે. BCCI એ આ માહિતી આપી. BCCI ના જણાવ્યા અનુસાર, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેમને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

 
ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની અપડેટ કરેલી ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
 
નોન-ટ્રેવેલિંગ સ્બસ્ટીટયુટ : યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે. જરૂર પડ્યે ત્રણેય ખેલાડીઓ દુબઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JEE Main 2025 - NTA એ JEE Main 2025 સત્ર 1 ના પરિણામો જાહેર કર્યા