ચેમ્પિયંસ ટ્રોફી 2-25નુ આયોજન કરવામાં આવવાનુ છે. ટૂર્નામેંટના બધા મુકાબલા પાકિસ્તાન અને યૂએઈમાં રમાશે. ચેમ્પિયંસ ટ્રોફીની મેજબાની આ વખતે પાકિસ્તાનના હાથમાં છે. ટીમ ઈંડિયા પણ ચેમ્પિયંસ ટ્રોફી માટે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ભારતીય ટીમ તેની બધી મેચ UAEમાં રમશે. ICC એ ટીમ ઈન્ડિયાની બધી મેચોની ટિકિટ ક્યારે ઉપલબ્ધ થશે તેની તારીખ જાહેર કરી છે. ટીમ ઇન્ડિયા ગ્રુપ Aનો ભાગ છે. જ્યાં ભારતીય ટીમ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામે મેચ રમશે.આવો જાણીએ કે તમે આ મહત્વપૂર્ણ મેચોની ટિકિટ ક્યારે અને કઈ કિંમતે મેળવી શકો છો.
આ દિવસે મળશે ટિકિટ
આઈસીસીએ આ વાતની માહિતી આપી છે કે ભારતીય ટીમના બધા મુકાબલાના ટિકિટ 3 ફેબ્રુઆરી ભારતીય સમય મુજબ સાંજે 5.30 વાગ્યાથી મળશે. હાલ ટીમ ઈંડિયાના ત્રણ મુકાબલા અને પહેલી સેમીફાઈનલની ટિકિટ મળશે. ફેંસ દુબઈ ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થનારી મેચો માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકે છે, જેને સામાન્ય કિમંત AED 125 મતલબ લગભગ 3000 ભારતીય રૂપિયા રહેશે. કરાંચી, લાહોર અને રાવલપિંડીમાં થનારી 10 મેચો માટે ટિકિટોનુ વેચાન મંગળવારે પહેલા જ શરૂ થઈ ચુક્યુ છે.
ચેમ્પિયંસ ટ્રોફીમાં ટીમ ઈંડિયાનુ શેડ્યુલ
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ - 20 ફેબ્રુઆરી
ભારત વિરુદ્ધ પાકિસ્તાન - 23 ફેબ્રુઆરી
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - 03 માર્ચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.