Webdunia - Bharat's app for daily news and videos

Install App

ind vs pak Asia Cup: કાઉંટડાઉન શરૂ, જાણો પ્લેઈંગ ઈલેવનથી લઈને પિચ અને મોસમના મિજાજ વિશે

Webdunia
બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (15:10 IST)
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ શરૂ થવામા થોડોક જ સમય બચ્યો છે. ગ્રુપ એ ની આ મેચ દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે પાંચ વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા બંને ટીમો કમર કસીને તૈયાર છે.  રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ગઈકાલે હોંગકોંગને 26 રનથી હરાવ્યુ તો બીજી બાજુ પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગને 8 વિકેટથી માત આપી હતી. 
 
લાઈવ કવરેજ માટે વેબદુનિયાનુ ક્રિકેટ સ્કોરકાર્ડ જોવા માટે અહી ક્લિક કરો 
 
ભારતીય ટીમને એકબાજુ વિરાટ કોહલીની કમી લાગી તો બીજી બાજુ પાકિસ્તાન પ્રથમ મેચમાં જોરદાર ફોર્મમાં જોવા મળ્યુ. એશિયા કપનો શેડ્યુલ જ્યારથી જાહેર થયો છે ત્યારથી દુનિયાભરના ક્રિકેટ ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે અંતિમ મેચ એક વર્ષથી પણ વધુ સમય પહેલા રમાઈ હતી. ત્યારે ચેમ્પિયંસ ટ્રોફીના ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યુ હતુ. 
 
ચાલો એક નજર નાખીએ આ મેચમાં બંને ટીમોના શક્યત પ્લેઈંગ ઈલેવન પર 
 
ભારત - રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેએલ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પાંડ્યા/ખલીલ અહમદ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ. 
 
પાકિસ્તાન - ફખર જમા, ઈમામ ઉલ હક, બાબર આઝમ, શોએબ મલિક, સરફરાજ અહમદ,આસિફ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન, મોહમ્મદ આમિર, હસન અલી. 
 
પિચ એંડ વેદર કંડીશન 
 
દુબઈમાં ખૂબ  ગરમી પડી રહી છે. અત્યાર સુધી ટુર્નામેંટમાં ખૂબ સ્લો વિકેટ જોવા મળી છે અને આ મેચમાં પણ આ જ આશા કરવામાં આવી રહી છે. જો કે સખત ગરમી બંને ટીમોની મુશ્કેલી વધારી શકે છે. સ્ટેડિયમ ખચાખચ ભર્યુ રહેવાની આશા છે.  ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગનો નિર્ણય લઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments