Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs ENG 1st ODI Score Live: ભારતે ઈગ્લેંડને 4 વિકેટથી હરાવ્યું, ગિલે બનાવ્યા 87 રન

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (20:47 IST)
india vs england
IND vs ENG 1st ODI Score Live: ભારત અને ઈગ્લેંડ વચ્ચે આજે એટલે કે 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં વનડે શ્રેણીની શરૂઆત થઈ છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયા લાંબા સમય પછી વનડે સીરેજ રમી રહી છે.  T20 શ્રેણીમાં કારમા પરાજય મેળવ્યા પછી ઈગ્લેંડની સામે વનડે શ્રેણીમા પલટવાર કરવો એ પડકાર  રહેશે.  ટોસ જીત્યા બાદ, ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે શ્રેણીની પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને આખી ટીમ ફક્ત 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. હર્ષિત રાણાએ પોતાની ડેબ્યૂ વનડે મેચમાં 3 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી.
 
 
 
 ઇંગ્લેન્ડને પાંચમો ફટકો પડ્યો
કેપ્ટન જોસ બટલર અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પરત ફર્યો છે. અક્ષર પટેલને સફળતા મળે છે. ઈંગ્લેન્ડની અડધી ટીમ હવે પેવેલિયન પરત ફરી ગઈ છે. ૩૩ ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર - ૧૭૦/૫.
 
બટલરે અડધી સદી ફટકારી
કેપ્ટન જોસ બટલરે શાનદાર અડધી સદી ફટકારી છે. બટલરે 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે જેકબ બેથેલ સાથે ૫૪ રનની ભાગીદારી પણ કરી છે. ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં દેખાય છે.
 
ઇંગ્લેન્ડે 150 રન પાર કર્યા
ઇંગ્લેન્ડના જેકબ બેથેલે શાનદાર સિક્સર ફટકારીને પોતાની ટીમનો સ્કોર ૧૫૦ થી વધુ કર્યો. બેથેલ અને બટલર વચ્ચે 56 બોલમાં 42 રનની ભાગીદારી થઈ છે. ઇંગ્લેન્ડ - 28 ઓવર પછી 153/4.
 

08:46 PM, 6th Feb
ટીમ ઈન્ડિયાએ જીતી પહેલી વનડે 


 
ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ 3 મેચની ODI શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શુભમન ગિલે ૮૭ રન બનાવ્યા જ્યારે અક્ષર પટેલ અને શ્રેયસ ઐયરે ઝડપી અડધી સદી ફટકારી.

<

1ST ODI. India Won by 4 Wicket(s) https://t.co/B13UlBNLvn #INDvENG @IDFCFIRSTBank

— BCCI (@BCCI) February 6, 2025 >

08:12 PM, 6th Feb
ચોથો મોટો ઝટકો 
જીત ની નિકટ આવીને અક્ષર પટેલ આઉટ થયો છે.  આદિલ રશીદે અક્ષરને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો છે.
 
100 રનની ભાગીદારી
 
શુભમન ગિલ અને અક્ષર પટેલ વચ્ચે 98 બોલમાં 100 રનની ભાગીદારી થઈ છે. ગિલ 79 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે અક્ષર પટેલ પોતાની અડધી સદીથી માત્ર 2 રન દૂર છે.

07:15 PM, 6th Feb
અક્ષર પટેલ મેદાનમાં આવ્યો
શ્રેયસ ઐયરના આઉટ થયા બાદ અક્ષર પટેલ મેદાનમાં આવ્યો છે. હવે ઇનિંગ્સને આગળ વધારવાની જવાબદારી ગિલ અને અક્ષર પર છે. ભારતને અહીંથી મોટી ભાગીદારીની જરૂર પડશે.

ઐય્યર ધમાકેદાર હાફસેન્ચુરી બનાવીને આઉટ
જેકબ બેથેલે ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. શ્રેયસ ઐયર અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થયો. ઐયરે 59 રનની ઇનિંગ રમી.


06:37 PM, 6th Feb
- ભારતીય ઓપનિંગ જોડી ખૂબ જ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા બંને 19 રનની અંદર આઉટ થઈ ગયા છે. રોહિતે માત્ર 2 રન બનાવ્યા હતા. તે શાકિબ મહેમૂદનો શિકાર બન્યો હતો.

- ભારતે 50 રનનો આંકડો પાર કર્યો
શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકારતાં ભારતનો સ્કોર 50 રન સુધી પહોંચ્યો હતો. ભારતે 8 ઓવરમાં 50 રન પૂરા કર્યા છે. અય્યર ઝડપથી રન બનાવી રહ્યો છે. જોકે ગિલ ધીમો રમી રહ્યો છે.

05:27 PM, 6th Feb
અક્ષર પટેલને પ્રથમ વિકેટ મળી 
ઈંગ્લેન્ડને તેનો પાંચમો મોટો આંચકો લાગ્યો છે. કેપ્ટન જોસ બટલર 52 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે બટલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 170/5

04:25 PM, 6th Feb
ભારતને મળી મોટી સફળતા 
હર્ષિત રાણાના હાથે લાગી ત્રીજી સફળતા, લિયામ લિવિંગ સ્ટોનનો કર્યો શિકાર. લિયામ ફક્ત 5 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ભારતને મળી છઠ્ઠી સફળતા 

<

Harshit Rana is the first Indian bowlers to take 3+ wickets on his debut innings accross each of the Three formats.

TEST : 3/48 vs AUS perth
T20 : 3/33 vs ENG Pune
ODI : 3/53* vs ENG Nagpur ( Today)#INDvsENG #INDvENG pic.twitter.com/dZzcndYPgb

— (@_BRAXTON_AZ) February 6, 2025 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Jokes - મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - 12 કલાકના મહેમાન છો

ગુજરાતી જોક્સ - શુભ રાત્રી હની....

ગુજરાતી જોક્સ - ભેંસનું બચ્ચું

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

વધુ જુઓ..

નવીનતમ

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે

Kids Story- લાલ પરી

Rose Day Gift Ideas - રોઝ ડે પર, માત્ર ગુલાબથી ગુલદસ્તો જ નહીં, તમારા પાર્ટનરને આ અનોખી ભેટ આપો.

મગની દાળની વડી ઘરે કેવી રીતે બનાવવી

Valentine day 2025- રોઝ ડે થી હગ ડે સુધી આ દિવસથી પ્રેમનું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે...વેલેન્ટાઈન ડે સપ્તાહની યાદી

આગળનો લેખ
Show comments