Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

HBD Sachin Tendulkar: જ્યારે સચિનનુ કરિયર ખતમ થવાની અણી પર હતુ, સૌથી મહાન ખેલાડીના કમબેકની સ્ટોરી

sachine tendulkar
, બુધવાર, 24 એપ્રિલ 2024 (11:37 IST)
Sachin Tendulkar: જ્યારે પણ દુનિયાના સૌથી મહાન ખેલાડીઓની વાત થશે ત્યારે મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનુ નામ જરૂર લેવામાં આવશે. ફક્ત 16 વર્ષની વયમાં ભારત માટે રમનારા સચિન તેંદુલકરરે ક્રિકેટની રમત પર દશકો સુધી રાજ કર્યુ. સચિનને ક્રિકેટના ભગવાન કહેવામાં આવ્યા. એવુ કહેવામાં આવે છે કે જો સચિન સારી બેટિંગ કરે છે તો ભારત સારી ઉંઘ લે છે.  એટલે કે જ્યારે જ્યારે સચિન તેંદુલકરે રન બનાવ્યા ટીમ ઈંડિયા મેચ જીતી. આ જ કારણ રહ્યુ કે સચિન તેંદુલકરના નામે આજે પણ અનેક રેકોર્ડ છે જેને કોઈ પણ બેટ્સમેન તેમના રિટાયરમેંટના 11 વર્ષ પછી પણ તોડી શક્યા નથી. સચિનનુ કરિયર જેટલુ શાનદાર જોવા મળે છે એટલુ જ તેમનુ કરિયર બનાવવામાં તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. 
 
સચિનનો સૌથી ખરાબ સમય 
સચિન તેંદુલકર અને ઈંજરીનો ખૂબ જૂનો સંબંધ રહ્યો છે. સચિન તેંદુલકરને એકવાર એવી ઈજા થઈ હતી કે તેમનુ કરિયર જ દાવ પર લાગી ગયુ હતુ. વર્ષ 2004-06 દરમિયાન સચિન તેંદુલકરે પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા જ્યારે ટેનિસ એલ્બો એંજરીએ તેમના કરિયરને લગભગ ખતમ કરી નાખ્યુ હતુ. આ ઈજાને કારણે સચિન પોતાની બેટ પણ વ્યવસ્થિત પકડી શકતા નહોતા. જેને કારણે તેમણે આ દરમિયાન 18 ટેસ્ટ મેચમાં 41 અને 24 વનડેમાં ફક્ત 35ની સરેરાશથી બેટિંગ કરી. સચિનને તેમના કરિયર દરમિયાન અનેક ઈંજરી થઈ. પણ ઈંજરીને કારણે તેમણે કોણીની ટેંડનનો સોજા  એ તેમના પ્રદર્શન ખૂબ ખરાબ પ્રભાવ નાખ્યો. 
 
મહાન કમબેકની સ્ટોરી 
સચિન તેંદુલકર માટે આ ઈંજરી પછી ફેંસે તો એંડુલકર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. એટલે કે તેમના કરિયરનો હવે એંડ થઈ ગયો છે. પણ આ ઈંજરી પછી દુનિયાને એક વધુ નવો સચિન તેંદુલકર મળ્યો જેને કમબેક કરતા આગામી છ વર્ષ સુધી નવા જોશ સાથે રમત રમી. સચિન તેંદુલકરે ત્યારબાદ અનેક મહાન રેકોર્ડ બનાવ્યા. પછી ભલે એ વનડે ક્રિકેટમા પહેલી ડબલ સેંચુરી હોય, વનડે વર્લ્ડ કપ જીતવાનો હોય કે પછી 100 ઈંટરનેશનલ સદી ફટકારવાની હોય. સચિને દરેક એ સફળતા મેળવી જેને તેમને ક્રિકેટના ભગવાન બનાવ્યા. 
 
તેંદુલકરનુ માનવુ છે કે ટેનિસ એલ્બોની ઈજા સમયે તેઓ દુર્ભાગ્યશાળી હતા. તેમણે કહ્યુ હતુ કે જો આ સીજનના અંતમાં થઈ હોત તો તેમને માટે સાજા થવા માટે ચાર મહિનાનો બ્રેક હોત. તો અનેક લોકો  તેમની ટેનિસ એલ્બો વિશે ક્યારે સાંભળી પણ ન શકતા. સચિનન આ આ કમબેકને ઈતિહાસનુ સૌથી મોટુ કમબેક પણ કહેવામાં આવે છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવનારા ભારતના મહાન બેટ્સમેન બુધવારે 24 એપ્રિલને પોતાના 51મો જન્મદિવસ મનાવી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ જાહેર, અહીંથી ચેક કરો