Webdunia - Bharat's app for daily news and videos

Install App

U19 વર્લ્ડ કપ: અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત, ચોથી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (16:53 IST)
અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચ જીતવા 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડકપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.
અંડર 19 ્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટેથી હરાવીને ભારત ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચ જીતવા 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડકપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે. આ મેચમાં ભારતની તરફથી મનજોત કાલરા (101)ની શાનદાર સદી ફટકારી. મનજોત સિવાય આ મેચમાં ભારતીય બોલર્સ પણ છવાયેલા રહ્યા, જેમણે ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સને 216 રન પર જ સમેટી દીધું. ભારત એ રેકોર્ડ ચોથી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મનજોતને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપ્યો. આ ટુર્નામેન્ટમાં શુઙમન ગિલને તેના શાનદાર પર્ફોમન્સ માટે મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ આપ્યો. શુભમન એ આ ટુર્નામેન્ટમાં કુલ 5 ઇનિંગ્સ રમી, જેમાં તેને એક સદી સહિત 3 ફિફટી બનાવી. આખી ટુર્નામેન્ટમાં ગિલ એ કુલ 372 રન બનાવ્યા.
 
મનજોતના શતક સિવાય હાર્વિક દેસાઇ (40), શુભમન ગિલ (31), અને કેપ્ટન પૃથ્વી શૉ (29)એ શ્રેષ્ઠ યોગદાન આપ્યું. ટીમ ઇન્ડિયા આ મેચમાં ઑસ્ટ્રેલિયા સંપૂર્ણપણે હાવી દેખાડી. રાહુલ દ્રવિડની કોચિંગમાં વર્લ્ડ કપમાં ઉતરેલ ટીમ ઇન્ડિયા આખી ટુર્નામેન્ટમાં અજેય રહી તેને કોઇપણ ટીમ હટાવી શકયું નથી.
 
217 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત રહી હતી. કેપ્ટન પૃથ્વી શૉ અને મનજોત કાલરા વચ્ચે ઓપનિંગ જોડીની 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. પૃથ્વી શૉ  29 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મનજોત કાલરા 101 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ સાથે જ ભારતીય અન્ડર 19 ટીમે ચોથી વાર વિશ્વકપ જીતવામાં સફળતા મેળવી છે. આ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ત્રણ-ત્રણ વાર અન્ડર-19 વિશ્વકપ જીતી ચુક્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments