IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. પૂજારાની આ 100મી ટેસ્ટ મેચ છે. પુજારા મેચના બીજા દિવસે 0ના સ્કોર પર આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા ત્યારે પૂજારા બેટિંગ કરી રહ્યો હતો. ફેંસને આશા હતી કે તે અહીંથી મેચ પર કબજો કરી શકશે. પરંતુ એવું ન થયું અને નાથન લિયોને તેને આઉટ કર્યો. નાથન લિયોને તેને આઉટ કરતાની સાથે જ આખું સ્ટેડિયમ શાંત પડી ગયું હતું. ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટ મેચમાં આઉટ થયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 263ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની રમત પૂરી થવા સુધી 21 રન બનાવી લીધા હતા. પરંતુ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરીને ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર નાથન લિયોને આ મેચમાં અત્યાર સુધી રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા અને શ્રેયસ અય્યરને આઉટ કર્યા છે. આ મેચનો લાઈવ સ્કોર જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ચેતેશ્વર પૂજારાએ વર્ષ 2010માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને વર્ષ 2017 સુધી તેણે ભારતમાં ભારત માટે 55 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 63ની એવરેજથી 3086 રન બનાવ્યા હતા. સાથે જ 2017 થી, પૂજારાનું પ્રદર્શન ભારત માટે ઘણું ખરાબ રહ્યું છે. તેણે 2018થી ભારતમાં કુલ 21 મેચ રમી છે. આ દરમિયાન તેણે 29.5ની એવરેજથી માત્ર 620 રન જ બનાવ્યા છે. ઘરઆંગણે પૂજારાનું પ્રદર્શન ખરાબથી ખરાબ થઈ રહ્યું છે