sawan somwar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેચ પકડવાના નિયમોમાં મોટો ફેરફાર, હવે દુનિયાનો કોઈ ફિલ્ડર આ કરી શકે નહીં

mcc new law
, શનિવાર, 14 જૂન 2025 (16:04 IST)
ફિલ્ડર્સ ક્રિકેટ મેચમાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. તે રન બચાવે છે અને વિરોધી ટીમના બેટ્સમેનોને રન આઉટ પણ કરે છે. આ ઉપરાંત ફિલ્ડર્સ સારો કેચ લઈને મેચનુ પાસુ બદલે છે. હવે મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ કેચ સાથે સંબંધિત ફેરફારોને ઓક્ટોબરથી 2026થી સામેલ કરશે. બીજી બાજુ આઈસીસી આગામી મહિનાથી નિયમોને સામેલ કરી લેશે.  
 
ફિલ્ડર બાઉંડ્રી લાઈનની બહાર બોલ એક જ વાર હવામાં ઉછાળી શકશે 
પહેલા ફિલ્ડર બાઉંડ્રી લાઈન પર ઉભા થઈને બોલને હવામાં ઉછાળતો હતો. ત્યારબાદ બાઉંડ્રી લાઈનની બહાર જઈને બોલ હવામાં ફેંકતો હતો અને એ સમયે તેનો પગ પણ હવામાં રહેતો હતો.  બોલ ત્યા સુધી હવામાં રહેતી હતી. ત્યારબાદ ફિલ્ડર્સ કૂદીને બાઉંડ્રી લાઈનની અંદર આવીને કેચ પૂરી  કરી લેતો હતો.  હવે ફિલ્ડર બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર ગયા પછી જ એક વાર હવામાં ઉછાળી શકે છે. એટલે કે, બાઉન્ડ્રી લાઇનની બહાર બોલ ફેંક્યા પછી, તેણે સીધો બાઉન્ડ્રી લાઇનની અંદર કૂદકો મારવો પડશે. તો જ કેચ માન્ય રહેશે. નહીં તો કેચ માન્ય રહેશે નહીં.
 
કેચ પકડવા માટે બંને ખેલાડીઓએ બાઉન્ડ્રીની અંદર રહેવું પડશે
પહેલાં, એક ફિલ્ડર બોલ પકડીને બીજા ફિલ્ડરને આપતો હતો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતો હતો. પછી તે સરળતાથી બાઉન્ડ્રીની અંદર આવી જતો હતો. પરંતુ હવે બીજો ખેલાડી બાઉન્ડ્રીની અંદર કેચ પકડે તે પહેલાં, તે ખેલાડીએ પણ મેદાનની અંદર આવવું પડશે, તો જ આ કેચ માન્ય રહેશે. એકંદરે, કેચ માન્ય બનાવવા માટે બંને ખેલાડીઓએ બાઉન્ડ્રીની અંદર રહેવું પડશે.
 
માઇકલ નેસરના કેચ પર વિવાદ થયો હતો
માઇકલ નેસરના કેચ અંગે બિગ બેશ લીગમાં ઘણો વિવાદ થયો હતો. તેણે બાઉન્ડ્રીની બહાર જઈને બે વાર કેચ પકડ્યો હતો. આ પછી, બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો હતો. નેસરના કેચ પછી ઉભા થયેલા વિવાદનો ઉકેલ લાવવા માટે, ICC એ મેરીલેબોન ક્રિકેટ ક્લબને કેચિંગના નિયમોની સમીક્ષા કરવા કહ્યું હતું. નેસરના કેચ વિશે સમજાવતા, MCC એ કહ્યું કે ફિલ્ડરે બાઉન્ડ્રીની અંદર કેચ પૂર્ણ કરતા પહેલા 'બન્ની હોપ' કર્યું. બન્ની હોપ એટલે જ્યારે કોઈ ખેલાડી હવામાં કૂદીને બોલને સીમાની બહાર ગયા પછી અંદર ફેંકીને પકડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Fathers Day Quotes Gujarati 2025 - ફાધર્સ ડે પર તમારા પિતાને આ સુંદર મેસેજ કરીને આપો ફાધર્સ ડેની શુભેચ્છા