Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BCCI એ અચાનક કર્યુ સેંટ્રલ કૉન્ટ્રેક્ટનુ એલાન, આ 34 ખેલાડીઓને મળ્યુ સ્થાન, A+ ગ્રેડમાં ફક્ત 4 નો સમાવેશ

BCCI
, સોમવાર, 21 એપ્રિલ 2025 (12:02 IST)
BCCI Central Contracts: બીસીસીઆઈએ વર્ષ 2024-25 માટે સેંટ્રલ કૉન્ટ્રેક્ટનુ એલાન કરી દીધુ છે. તેમા કુલ 34 ખેલાડીઓને સામેલ કર્યા છે આ કોંટ્રેક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર સુધી છે. તેમા બધા 34 પ્લેયર્સને ચાર ગ્રેડમાં વહેચવામાં આવ્યા છે. જેમા એ+, એ, બી અને સી ગ્રેડ છે. ભારતે માર્ચ 2025મા ચેમ્પિયંસ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. સેંટ્રલ કૉન્ટ્રેક્ટમાં એ ખેલાડીઓને સ્થાન મળ્યુ છે જે ચેમ્પિયંસ ટ્રોફીની સ્ક્વાડમા સામેલ છે.  
 
રોહિત-કોહલી એ+ ગ્રેડ મા સામેલ 
બીસીસીઆઈએ એ+ ગ્રેડમાં ફક્ત ચાર જ પ્લેયર્સને રાખ્યા છે. તેમા રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ છે. રોહિત, કોહલી અને જાડેજા ટ20 ઈંટરનેશનલ માંથી સન્યાસ લઈ ચુક્યા છે અને તેઓ હાલ ફક્ત ટેસ્ટ અને વનડે રમે છે.  

ગ્રેડ એ મા સામેલ 6 પ્લેયર્સ 
ગ્રેડ એ માં મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંત સામેલ છે. ગ્રેડ એ મા બીસીસીઆઈએ આ 6 પ્લેયર્સને જ સામેલ કર્યા છે. ગ્રેડ બી માં બીસીસીઆઈએ પાંચ પ્લેયર્સને તક આપી છે. જેમા સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐય્યર સામેલ છે. 

સેંટ્રલ કૉન્ટ્રેક્ટના ગ્રેડ-સી મા સામેલ પ્લેયર્સ 
રિકૂ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ,શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સૈમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ઘ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નિતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.  
 
ખેલાડીઓના કરાર ગ્રેડ અને સેલેરી
 
ગ્રેડ એ+ - 7 કરોડ રૂપિયા 
ગ્રેડ એ - 5 કરોડ રૂપિયા 
ગ્રેડ બી - 3 કરોડ રૂપિયા 
ગ્રેડ સી - 1 કરોડ રૂપિયા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચક્રવાત સક્રિય! કરા પડશે, વાદળો દિલ્હી-NCRને ઢાંકશે; 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ