suvichar
✕

નવી ખરીદેલી કાર ચલાવી નહીં શકે આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મોકલી નોટિસ, જાણોશું છે કારણ

Webdunia
મંગળવાર, 12 ઑગસ્ટ 2025 (07:28 IST)
ભારતીય ટીમના ઉભરતા સ્ટાર ખેલાડી આકાશદીપે 7 ઓગસ્ટના રોજ કાળા રંગની ટોયોટા ફોર્ચ્યુનર ખરીદી હતી. હાલ પૂરતું, તે પોતાની નવી કાર ચલાવી શકશે નહીં. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આકાશદીપને નોટિસ ફટકારી છે. તેના પર નોંધણી અને ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ વિના લક્ઝરી કાર ખરીદવાનો આરોપ છે. આકાશદીપને રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી રસ્તા પર કાર ન ચલાવવાની સૂચના આપવામાં આવી છે અને ચેતવણી આપવામાં આવી છે કે જો કાર રસ્તા પર દોડતી જોવા મળશે, તો તેને જપ્ત કરવામાં આવશે.
 
આકાશ દીપની કારનું રજીસ્ટ્રેશન અધૂરું 
આકાશદીપે લખનૌમાં ટોયોટા ફોર્ચ્યુનર કાર (ચેસિસ નંબર- MBJAA3GS000642625, એન્જિન નંબર- 1GDA896852) ખરીદી હતી, પરંતુ તેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું ન હતું અને તેને હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ મળી ન હતી. મોટર વ્હીકલ એક્ટ મુજબ, રજીસ્ટ્રેશન અને હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ વગર કોઈ વાહન ચલાવી શકાતું નથી. પરિવહન વિભાગે કાર વેચનાર શોરૂમ પર દંડ પણ ફટકાર્યો છે અને ડીલરશીપને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે કારણ કે કાયદા મુજબ, શોરૂમ ગ્રાહકને રજીસ્ટ્રેશન અને હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ વગર કાર આપી શકતું નથી.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akash Deep (@akash.deep969)

 
આકાશ દીપે કર્યું હતું શાનદાર પ્રદર્શન 
આકાશ દીપએ વર્ષ 2024 માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચમાં કુલ 28 વિકેટ લીધી છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ રમતા જોવા મળ્યો હતો અને તેણે સારું પ્રદર્શન કર્યું હતું અને 13 વિકેટ લીધી હતી.
 
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ
 
આકાશ દીપનો ઘરેલુ ક્રિકેટમાં પણ ઉત્તમ રેકોર્ડ રહ્યો છે. તેણે 41 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 141 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે 28 લિસ્ટ-એ મેચોમાં 42 વિકેટ લીધી છે. તે IPLમાં RCB અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

વધુ જુઓ..

મનોરંજન

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

આગળનો લેખ
Show comments