કોરોના વાયરસનુ નવુ ડેલ્ટા પ્લસ વૈરિએટ દુનિયા માટે હવે ચિંતાનો વિષય બની ગયો છે. ડેલ્ટા પ્લસ વૈરિએંટ એવુ વૈરિએંટ છે, જે સીધુ ફેફ્સા પર જઈને વાર કરે છે. ડેલ્ટા પ્લસ વૈરિએંટને લઈને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તેના પર કોરોનાની કોઈપણ વેક્સીન ઉપયોગી નથી. જો કે આ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
જૉનસન એંડ જૉનસન કંપનીએ દાવો કર્યો છે કે તેમની વેક્સીન ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે અસરકારક છે અને તેને બેઅસર કરવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે તેનો એક જ ડોઝ કોરોનાની અસર ઘટાડવામાં સક્ષમ છે. કંપનીએ કહ્યું કે તેમનીવેક્સીન આ વેરિઅન્ટ અને કોરોના વાયરસના અન્ય પ્રકારો સામે મજબૂતીથી લડત આપે છે.
કંપનીએ માહિતી આપી કે તેમની વેક્સીન લેવાના 29 દિવસની અંદર જ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ બેઅસર થઈ ગયો અને તેનાથી મળનારી સુરક્ષા સમય જતાં વધુ સારી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે અને આ વેરિએન્ટ ઘણા દેશોમાં ફેલાયો છે.