Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વ સાથે કોવિડ-19 રસીકરણને જોડતી કડીના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી

પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વ સાથે કોવિડ-19 રસીકરણને જોડતી કડીના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી
, ગુરુવાર, 1 જુલાઈ 2021 (09:05 IST)
પ્રજનન સક્ષમ વસ્તીમાં કોવિડ-19ને કારણે વંધ્યત્વ સંબંધે ચિંતાઓ વ્યક્ત કરતા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોવિડ-19 રસીકરણ સલામત છે કે કેમ એ અંગેના અખબારી અહેવાલો છે.
 
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એની વેબસાઈટ (https://www.mohfw.gov.in/pdf/FAQsforHCWs&FLWs.pdf) પર વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુઝ)  મૂકીને એમાં ચોખવટ કરી છે કે ઉપલબ્ધ રસીઓમાંની કોઈપણ રસી પુરુષો કે મહિલા બેમાંથી એકેયની ફળદ્રુપતાને અસર કરતી નથી, કારણ કે તમામ રસીઓ અને એના ઘટકોનું પહેલાં પ્રાણીઓ પર અને બાદમાં માનવો પર એ નક્કી કરવા પરીક્ષણ કરાયું હતું કે એમની એવી કોઈ આડઅસર છે કે કેમ. રસીઓની સલામતી અને અસરકારકતાની ખાતરી થયા બાદ જ આ રસીઓને વપરાશ માટે અધિકૃત કરવામાં આવે છે.
 
વધુમાં, કોવિડ-19 રસીકરણને કારણે વંધ્યત્વ બાબતે પ્રવર્તતી ખોટી માન્યતાઓ પર અંકુશ લાવવા માટે, ભારત સરકારે ચોખવટ કરી છે કે ( https://twitter.com/PIBFactCheck/status/1396805590442119175) કોવિડ-19 રસીકરણ પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વ લાવી શકે છે એવું સૂચવતા કોઇ પણ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. રસીઓ સલામત અને અસરકારક માલૂમ પડી છે.
 
તાજેતરની એક મુલાકાતમાં, નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)ના કોવિડ-19 કાર્યકારી ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ આવા આક્ષેપો અને દહેશતોને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં અને વિદેશમાં પોલિયોની રસી આપવા દરમ્યાન પણ એવી ખોટી માહિતી ઊભી કરવામાં આવી હતી કે રસી લેનારા બાળકોને ભવિષ્યમાં વંધ્યત્વનો સામનો કરવો પડશે. તેમણે ખાતરી આપી હતી કે તમામ રસીઓ સઘન વૈજ્ઞાનિક સંશોધનોમાંથી પસાર થાય છે અને આમાંની કોઇ પણ રસીમાં આ પ્રકારની આડઅસર નથી.
 
નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી)એ સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે પણ કોવિડ-19 રસીકરણની ભલામણ કરી છે અને આને સલામત ગણાવતા કહ્યું છે કે રસીકરણ પહેલાં કે પછી, સ્તનપાન બંધ કરી દેવાની કે અટકાવી દેવાની કોઇ જ જરૂર નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1લી જુલાઈ ડોક્ટર્સ ડે વિશેષ: જાણો કેમ ઉજવવા આવે છે ડોક્ટર્સ ડે