છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1126 કેસ નોંધાયા હતા. સુરતમાં 7, સૌરાષ્ટ્રમાં 6, અમદાવાદમાં ચાર, કચ્છમાં બે અને વડોદરામાં એક એમ વધુ 20 દર્દીઓના મૃત્યુ થતા કોરોના મહામારીથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કૂલ 2822 નાગરિકોનો ભોગ લેવાયો છે. ગુજરાતમાં કોરોના વાઈરસનો પહેલો કેસ 18મી માર્ચે રાજકોટ અને સુરતમાંથી મળ્યો હતો. મંગળવારે કોરોના કહેરના ચાર મહિના અને એક રીતે 154માં દિવસે ગુજરાતમાં કોવિડ 19 વાઈરસથી 80,942 નાગરિકે ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગે મંગળવારે જાહેર કરેલી વિગતો અનુસાર વિતેલા 24 કલાકમાં નવા ઉમેરાયેલા 1126 કેસો સામે 1131 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં સારવાર બાદ 63.710 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મંગળવાર સાંજની સ્થિતિએ રાજ્યમાં સારવાર હેઠળના કુલ 14,410 એક્ટિવ કેસો પૈકી 78ને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.
સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 89, સુરતમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 65, જામનગર કોર્પોરેશનમાં 53, મોરબીમાં 46, પંચમહાલમાં 39, રાજકોટમાં 33, દાહોદમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, બનાસકાંઠા અને ભરૂચમાં 26-26 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1131 દર્દી સાજા થયા હતા અને 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 14,15,598 ટેસ્ટ કરવામાં આવ્યા છે.