Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Gujarat corona update - આજે ગુજરાતમાં 1009 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 64,684, આજ સુધી 47,561 લોકો થયા રિકવર

Gujarat corona update -  આજે  ગુજરાતમાં 1009 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 64,684, આજ સુધી 47,561 લોકો થયા રિકવર
, મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (09:57 IST)
ગુજરાતમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2509 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,614 એક્ટિવ કેસ છે, જ્યારે 47,561 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી છે, જ્યારે 14,614 એક્ટિવ કેસ છે.
 
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1,009 નવા કેસ નોંધાયા છે જ્યારે 22 લોકોના મોત થયા છે. સુરતની વાત કરીએ તો 258 નવા કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 151 કેસ નોંધાયા છે. વડોદરાની વાત કરીએ તો વધુ 98 કેસ જ્યારે રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે.
 
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, સુરતમાં 5, ભાવનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, કચછ 1, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 22 લોકોના મોત થયા હતા.
 
સુરત કોર્પોરેશનમાં 198, અમદાવાદ કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશનમાં 70, સુરતમાં 60 કેસ નોંધાયા હતા. દાહોદની વાત કરીએ તો 29 નવા કોરોના કેસ જ્યારે જામનગરમાં 34, ભાવનગરમાં 47, ખેડા જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. અમરેલીની વાત કરીએ તો 19 જ્યારે ભરૂચમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં દૈનિક ધોરણે 1000થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે આજે પણ આ આંકડો 1 હજારને પાર છે. આ સાથે હવે ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસોનો આંકડો કુલ 64,684 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 2,509 એ પહોંચ્યો છે. માહિતી મુજબ 47,561 દર્દી ડીસ્ચાર્જ થયા છે. જ્યારે 63 વેન્ટીલેટર પર છે. કુલ એક્ટિવ કેસ 14,614 છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામમય થઈ રામની નગરી અયોધ્યા, મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તૈયારીઓ પૂરી