Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કેમ લાગી આગ? નિષ્ણાંતોએ જણાવી હકિકત

કોવિડ હોસ્પિટલ આગ - ગ્રાઉંડ રિપોર્ટ

Webdunia
શનિવાર, 28 નવેમ્બર 2020 (12:09 IST)
ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સર્જાઇ છે. ગત 4 મહિનામાં હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. ઓગસ્ટ મહિનામાં અમદાવાદ અને જામનગરની હોસ્પિટલમાં આગ લાગી હતી. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગની ઘટના ઘટી હતી. જ્યારે નવેમ્બરમાં સુરત અને રાજકોટમાં આગનો બનાવ નોધાયો છે. 
 
શુક્રવારે રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રથમ તબક્કે અનુમાન છે. ત્યારે ઇલેક્ટ્રિકલ ઇજનેર એક્ષપર્ટએ આ દાવાને નકારી કાઢ્યા છે. 
 
 ઇલેક્ટ્રિકલ ઇજનેર એક્ષપર્ટના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટની ઘટનાના ૧૦ મીલી સેકન્ડમાં મેઇન સ્વિચ ટીપીંગ થઇ જાય છે. વેન્ટિલેટર  24 કલાક ચાલુ રહેતું હોવાથી જે કદાચ હિટ પકડી હોય તો આગ લાગી શકે છે. સ્ટિપિંગ ડિવાઇસ, ફ્યુઝ અને કેબલ સ્ટાન્ડર્ડ રેટના હોવા જોઈએ તે જરૂરી છે. 
 
જો ૧૦ એમેપીયરના સાધનો હોય તો વાયર અને અન્ય ઇક્નીવમેન્ટ તેમનાથી ઉપરના રેટીંગના એટલે ૧૩ થી ૧૪ અમ્પીયર  ના હોવા જોઇએ. જો ઓછા રેટીંગના વાયર હોય તો ઇન્સુલેશન ઓગળવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. 
 
જો ઓક્સીઝન લીકેજ હોય અને ઇલેકટ્રીક્ટ ઇકવીપમેન્ટ હાઇ ટેમ્પરેચર પર હોય તો આગ લાગી શકે છે. વાયર ફ્યૂઝ અને ટીપીંગ ડિવાઇઝનું પ્રોપર સીલેક્શન તથા સમયાંતરે યોગ્ય મરામતથી આકસ્મિક આગની ઘટના પર કાબુ મેળવી શકાય. 
 
જોકે વેન્ટીલેટરની બોડી ફાઇબરની હોવાથી હિટ પકડે અને જો સ્પાર્ક થાય તો આગ લાગી શકે છે. તેમ જ વેન્ટીલેટર વાળા વોર્ડમાં ઓક્સીઝન ભરપૂર માત્રામાં હોવાથી આગ લાગવામાં પ્રેરક બળ પુરુ પાડે છે. આ ઉપરાંત હાલ મોટા ભાગના વેન્ટીલેટર કોવિડ વોર્ડમાં હોવાથી તેની યોગ્ય મરામત થતી નથી જે આગનું મુખ્ય કારણ હોઇ શકે છે. 
 
રાજકોટની ઘટનામાં હોસ્પિટલના સંચાલકોએ 70 કિલો વોટનો લોડવધારો માગ્યો હતો, પરંતુ અંદરનું વાયરિંગ બદલાવ્યું નહીં અને નિયમ મુજબ જીવીસીએલના કોન્ટ્રેક્ટરે સબ સલામતનું સર્ટિફિકેટ પણ આપી દીધું.
 
આ ઉપરાંત સતત 24 કલાક ચાલુ રહેતા મેડિકલનાં ઈક્વિપમેન્ટને કારણે પણ શોર્ટસર્કિટ થયાનું મનાઈ રહ્યું છે. જોકે સૌથી મોટું કારણ તો નબળું વાયરિંગ જ જવાબદાર છે. થોડા રૂપિયા બચાવવા માટે લોડવધારો માગતા હોસ્પિટલના સંચાલકો પીજીવીસીએલના કોન્ટ્રેક્ટર સાથે સેટિંગ કરીને સલામતનું સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે અને આવી વૃત્તિને કારણે જ આઇસીયુમાં આગ લાગે છે તેવું નિષ્ણાત જણાવી રહ્યા છે.
 
રાજકોટની આગ લાગવાની ઘટનામાં મુખ્ય કારણ વાયરિંગ ચેક નહીં કરાયું, હોસ્પિટલના એક કરતાં વધુ ઉપકરણો સતત ચાલુ રહેતાં વાયરિંગની ક્ષમતા કરતાં લોડ વધી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું નિષ્ણાતો જણાવે છે.
 
6 ઓગસ્ટ - અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ
25 ઓગસ્ટ - જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ
8 સપ્ટેમ્બર - વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ 
18 નવેમ્બર - સુરતની ટ્રાયસ્ટર હોસ્પિટલમાં આગ 
26 નવેમ્બર - રાજકોટની શિવાનંદ હોસ્પિટલના આઈસીયુમાં આગ 
 
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સર્જાઇ છે. જેમાં 13 લોકોના મોત નિપજ્યા છે. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. ત્યારે સરકાર દ્વારા એક પણ હોસ્પિટલમાં હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. માત્ર તપાસનો દોર યથાવત છે. 
 
રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ બાદ હવે રાજકોટના કોરોના હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ સુરતના 800 હોસ્પિટલોનો સર્વે કરીને તેમને ફાયર વિભાગની નોટીસ ફટકારવામાં આવી છે. શહેરમાં માત્ર 111 હોસ્પિટલો પાસે જ ફાયર વિભાગની એનઓસી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments