Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ ઘરેલુ ઉપાયોથી 5 મિનિટમાં ગાયબ થઈ જશે માસિક ધર્મનો દુખાવો

આ ઘરેલુ ઉપાયોથી 5 મિનિટમાં ગાયબ થઈ જશે માસિક ધર્મનો દુખાવો
, મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (16:28 IST)
યુવતીઓને દર મહિને માસિક ધર્મની સમસ્યામાંથી પસાર થવુ જ પડે છે પણ પીરિયડ્સના અસહનીય દુખાવાની સહન કરવુ સૌથી મુશ્કેલ કામ હોય છે.  આવામાં આજે અમે તમને બતાવી રહ્યા છે પીરિયડ્સના દુખાવાને ઘટાડવાના કેટલાક ઘરેલુ ઉપાયો.. આ ઉપાયોથી 2 મિનિટમાં ગાયબ થઈ જશે તમારો આ દુખાવો.. 
 
1. ગરમ પાણી - ગરમ ટોવેલ કે વૉટર બેગને પેટના નીચલા ભાગ પર મુકવાથી દુખાવો ઓછો થઈ જશે.. આ ઉપરાંત વર્તમાન દિવસોમાં ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને દુખાવામાં આરામ મળે છે. 
 
2. તુલસી - આ નેચલ પેન કિલર અને એંટીબાયોટિકથી તમારા પેટનો સુખાવો 2 મિનિટમાં ગાયબ થઈ જશે. પીરિયડ્સ દરમિયાન તેને ચા કે પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમારા પેટના દુખાવામાં આરામ મળશે. 
 
 3. ગાજરનુ જ્યુસ - બ્લડ ફ્લો ઠીક ન થવાને કારણે પેટનો દુખાવો થવા માંડે છે. આવામાં ગાજરનુ સેવન કરવાથી પેટનો દુખાવો પણ ઠીક થઈ જશે અને બ્લડ ફ્લો પણ ઠીક થશે. 
 
4. અજમો - આ દિવસ દરમિયાન પેટમાં ગેસ બનવાને કારણે પણ દુખાવો થાય છે.  આવામાં ગરમ પાણી સાથે અજમાનુ સેવન કરો. 5 મિનિટ પછી પેટની ગેસ અને દુખાવાથી છુટકારો મળી જશે. 
 
5. આદુ - આદુને બારીક સમારીને સારી રીતે ઉકાળી તેમા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો. તેનાથી તમારા પેટનો દુખાવો ઠીક થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ પણ નહી થાય. 
 
6. વરિયાળી - એક કપ પાણીમાં વરિયાળીને સારી રીતે ઉકાળીને દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરો.. તમને પેટના દુખાવામાં આરામ મળી જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કેવી રીતે સેક્સને શાનદાર બનાવીએ ........