Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પીરિયડ્સ (માસિક ધર્મ) દરમિયાન સ્ત્રીઓએ કંઈ વિશેષ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ

પીરિયડ્સ (માસિક ધર્મ)  દરમિયાન સ્ત્રીઓએ કંઈ વિશેષ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ
, ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (10:26 IST)
પીરિયડ્સ(માસિક ધર્મ) દરમિયાન સ્ત્રીઓને અનેક વિશેષ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. જાણો શુ છે આ વાતો 
 
હેવી વર્ક - પીરિયડ્સ દરમિયાન બોડીમા ખૂબ નબળાઈ આવી જાય છે. આવામાં હેવી વર્ક કરવાથી પેટ અને કમરના દુ:ખાવાની સમસ્યા વધી જાય છે. 
 
પૂરતી ઊંઘ ન લેવી - પીરિયડ્સ દરમિયાન ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ ન લેવાથી બોડી રિલેક્સ નથી થઈ શકતી. આવામાં માથાનો દુખાવો અને બોડી પેન જેવી પ્રોબ્લેમ્સ થવા માંડે છે. 
 
હાઈજીન ન રહેવુ - પીરિયડ્સ દરમિયાન બોડીને હાઈજીન ન રાખવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. સેનેટરી નેપકિનને દર 4-5 કલાકમાં ન બદલવાથી બેક્ટેરિયલ ઈફેક્શનનો ખતરો વધી જાય છે. 
 
ફાસ્ટ ફૂડ ખાવુ - પીરિયડ્સ દરમિયાન સેંચવિચ, બર્ગર, પિજ્જા કે ચિપ્સ જેવા ફાસ્ટ ફૂડ ખાવાથી બોડીને જરૂરી વિટામિન અને મિનરલ્સ નથી મળી શકતા. આવામાં બોડીમાં નબળાઈ આવવા માંડે છે. 
 
ફિઝિકલ રિલેશન - પીરિયડ્સના સમયે ફિજિકલ બનાવવાથી ઈફેક્શનનો ખતરો વધી જાય છે. આવામાં દુ:ખાવો પણ વધી શકે છે. 
 
વધુ એક્સરસાઈઝ - પીરિયડ્સ દરમિયાન વધુ હેવી એક્સરસાઈઝ કે યોગ કરવાથી બોડીનુ બ્લડ સર્કુલેશન વધી જાય છે. આવામાં પેટનો દુખાવો અને હેવી બ્લીડિંગ થવા લાગે છે. તેથી ખૂબ હળવી એક્સરસાઈઝ કરો. 
 
કેમિકલ પ્રોડક્ટ્સનો યૂઝ - પીરિયડ્સ દરમિયાન પ્રાઈવેટ પાર્ટને વોશ કરવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો યૂઝ કરવાથી દુખાવાનો ઈફ્કેશનનો ખતરો વધી શકે છે. 
 
વધુ કોફી પીવી - પીરિયડ્સ દરમિયાન વધુ કોફી પીવાથી બોડી ડિહાઈડ્રેટ થઈ જાય છે. તેનાથી પેટ દુખાવાની પ્રોબ્લેમ વધી જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ