rashifal-2026

Chaitra Navratri 2023: પૈસાની તકલીફ છે તો નવરાત્રિમાં કરો લવિંગના આ ઉપાય, પૈસો ખેંચાઈને આવશે

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (13:09 IST)
ચૈત્રના મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri 2023) ની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો ચૈત્ર નવરાત્રીમાં અનેક ઉપાયો પણ કરે છે. કારણ કે નવરાત્રીમાં કરવામાં આવેલા ય્પાય  (Astro Remedies in Navratri 2023) ખૂબ અસરકારક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી 22 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જો તમે પણ માતારાનીના ભક્ત છો અને તમામ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો આ નવરાત્રિ પર લવિંગના કેટલાક ઉપાય જરૂર કરો તેનાથી તમારા ઘરની પૈસાની તકલીફ દૂર થઈ શકે છે અને મોટા મોટા કામ બની શકે છે.  તો જાણો આ ઉપાયો 
 
ધનની સમસ્યા દૂર કરવા માટે 
 
જ્યોતિષ મુજબ લવિંગની જોડી માતારાણીને ખૂબ જ પ્રિય છે. તમે નવરાત્રિના પહેલા દિવસે માતારાનીની પૂજા કરો અને ત્રિદેવીનુ સ્મરણ કરો. માતાને ગુલાબનુ ફુલ કે ગુલાબની માળા અર્પિત કરો. ઘી માં ડુબાડીને બે લવિંગની જોડ માતાને અર્પિત કરો અને ૐ જયંતી મંગલા કાલી ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે મંત્રનો જાપ 108 વાર કરો.  માતાનો નૈવેદ્ય લગાવીને પૂજા કરો. માતાને ઘરના આર્થિક સંકટ દૂર કરવા માટે પ્રાર્થના કરો. ત્યાર બાદ લવિંગની જોડ નાનકડા પીળા રંગના કપડામાં બાંધીને તમારા ઘરના ધનના સ્થાન પર મુકો. થોડા દિવસોમાં તમે અનુભવશો કે તમારા ઘરમાં ધન આગમનના રસ્તા ખુલવા લાગ્યા છે. પરિવારના લોકોનો પ્રોગ્રેસ થવો શરૂ થઈ જશે અને ઘરમાં ધનનુ સંકટ દૂર થઈ જશે. 
 
સારી નોકરી માટે 
 
જો તમને લાગે છે કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો પણ તમારુ ભાગ્ય સાથ નથી આપી રહ્યુ અને પ્રયાસ કરવા છતા સારી નોકરી નથી મળી રહી તો તમે નવરાત્રિના પહેલા દિવસે લવિંગની એક જોડી તમારા ઉપરથી 7 વાર ઉતારો અને મા દુર્ગાના ચરણોમાં અર્પિત કરી દો. ત્યારબાદ નવમીના દિવસે ફરીથી આ ઉપાય કરો. તેનાથી તમારા કામમાં આવનારા અવરોધ દૂર થશે. 
 
બનતા કામ બગડી જાય છે તો 
જો તમારા જીવનમાં કોઈપણ ગ્રહદશાને કારણે કામ પણ બગડી જાય છે. તમે માનસિક રૂપે અશાંત રહો છો તો નવરાત્રિના નવ દિવસ સુધી રોજ લવિંગની બે  જોડ લઈને શિવ મંદિર જાવ અને શિવલિંગ પર અર્પિત કરો. સાથે જ મહાદેવને તમારા સંકટો દૂર કરવા માટે પ્રાર્થના કરો. તમારી સમસ્યાનુ જલ્દી જ સમાધાન થઈ જશે. 
 
ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે 
 જો તમારા ઘરમાં નકારાત્મકતા ખૂબ છે તો નવરાત્રિના દિવસોમાં રોજ છાણા પ્રગટાવીને માતારાણીનો મંત્ર બોલીને આહુતિ આપો. 11 આહુતિ ગાયત્રી મંત્ર બોલીને આપો. આ અગ્નિને પ્રગટાવતી વખતે છાણા પર કપૂર મુકીને પ્રગટાવો. અંતમા ઘરના બધા સભ્યો બે-બે જોડ લવિંગને ઘી માં ડુબાડીને તેમા નાખો. તેનાથી આસપાસનુ વાતાવરણ સ્વચ્છ થશે અને ઘરની નકારાત્મકતા દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

વધુ જુઓ..

નવીનતમ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments