baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sushant Singh Rajput ના મોત પર કંઈક આવુ હતુ અંકિતા લોખંડેનુ રિએક્શન

Sushant Singh Rajput
નવી દિલ્હી. , સોમવાર, 15 જૂન 2020 (12:25 IST)
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પોલીસને તેમનો મૃતદેહ મુંબઇના બાંદ્રાના એક ફ્લેટમાં મળ્યો હતો. જોકે, હજી સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. બીજી બાજુ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અભિનેત્રી અંકિતા લોખંડે પણ તેમના મૃત્યુના સમાચારથી ચોંકી ગઈ. 
Photo : Instagram
ઉલ્લેખનીય છે કે આ બંનેના બ્રેકઅપ પછી જ્યારે અફવાઓએ જોર પકડ્યું હતું, ત્યારે સુશાંત, અંકિતાના બચાવમાં આવ્યો હતો અને તેને  ખોટી સાબિત થવા દીધી નહોતી. મીડિયા રિપોર્ટ અનુસાર અંકિતાને ફોન પર સુશાંતની આત્મહત્યા વિશે જાણ થઈ અને જેવુ તેને બતાવવામાં આવ્યુ તે જોરતહી 'શુ....!!' કહીને ચીસ પાડી ઉડી અને તેણે ફોન મુકી દીધો. 
 
બંને પવિત્ર રિશ્તા થી ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે ઝલક દિખલા જા માં પણ સાથે જોવા મળ્યા. બંનેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા. પણ અચાનક થયેલ બ્રેકઅપે આ બંનેના પ્રશંસકોને નિરાશ કરી દીધા. 
Sushant Singh Rajput
સુશાંત અને અંકિતાના બ્રેકઅપ પછી અનેક પ્રકારની અફવાહો ઉડી. જેના પર સુશાંતે અંકિતાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ, 'ન તો અંકિતા અલ્કોહલિક છે અને ન તો હુ વુમેનાઈઝર છુ.  તેમણે કહ્યુ હતુ 'લોકો બસ એકબીજાથી દૂર થઈ જાય છે અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુશાંત સિંહ રાજપૂતે રાત્રે 12 વાગ્યે કયા અભિનેતાને ફોન કર્યો હતો?