baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડિપ્રેશનમાં હતા સુશાંત સિંહ રાજપૂત, પોલીસને મળેલ દસ્તાવેજ મુજબ ચાલી રહી હતી સારવાર

Sushant Singh Rajput
મુંબઈ , રવિવાર, 14 જૂન 2020 (15:40 IST)
બોલીવુડ અભિનેતા સુશાંત સિહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં સુસાઈડ કરી લીધુ છે. તેના નોકરે પોલીસને આ વાતની માહિતી આપી. સુશાંત સિંહ રાજપૂતને ડિપ્રેશન હતુ અને તેમની સારવાર ચાલી રહી હતી.  તેમના ઘરથી દવાઓ અને પ્રિસક્રિપ્શન મળ્યા છે. પોલીસને  કેટલાક એવા દસ્તાવેજ મળ્યા છે જેના મુજબ તેઓ ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યા હતા. હાલ તેમના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ જપ્ત કરવામાં આવી નથી. 
Sushant Singh Rajput
જો કે સુશાંત સિંહ રાજપૂતે કયા કારણથી સુસાઈદ કરી લીધુ છે તેની પણ હજુ સુધી જાણ થઈ શકી નથી. પોલીસ તેમના ઘર પર હાજર છે. અભિનેતાએ કાઈ પો છે ફિલ્મ દ્વારા પોતાના બોલીવુડના સફરની શરૂઆત કરી હતી. શુદ્ધ દેશી રોમાંસ, છિછોરે, રાબ્તા અને સોન ચિરૈયા જેવી ફિલ્મો પણ કરી. તેમની સૌથી જાણીતી ફિલ્મ એમએસ ધોની માનવામાં આવે છે. તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.  તેમના સુસાઈડના સમાચારથી ફૈસ પણ શોકમાં છે. ટેલિવિઝન સીરિયલ પવિત્ર રિશ્તા દ્વારા તેઓ જાણીતા બન્યા હતા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કર્યુ, મુંબઈમાં તેમના ઘરમાં લગાવી ફાંસી