Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરમવિર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહની બાયોપિક 6 એપ્રિલે રિલીઝ થશે

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (17:45 IST)
પરમવિર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહની બાયોપિક 6 એપ્રિલે દેશના સિનેમાગૃહોમાં રિલીઝ થશે એમ ફિલ્મના દિગ્દર્શક સમરજિતસિંહે કહ્યું હતું. 1962માં ભારત અને ચીનના યુદ્ધ દરમિયાન ચીનના હૂમલાનો જડબાતોડ જવાબ આપનારા બહાદુર સૈનિકની બાયોપિક ફિલ્મ ‘સુબેદાર જોગીન્દરસિંહ’એ ફરીવાર સાબિત કરી દીધું છે કે આ ફિલ્મ સારી રીતે તેમજ સારા સિનેમેટિક્સ દ્વારા તે સમયની પરિસ્થિતિથી અવગત કરાવશે. 21મી સદીના આગમન સાથે ફિલ્મ મેકિંગમાં જોરદાર પરિવર્તન આવ્યું છે. આજકાલ યુવાનોનું વલણ કાલ્પનિક સિનેમા તરફ વધ્યું છે. 

દિગ્દર્શકે વધુમાં ઉમેર્યું હતું કે આપણા દેશમાં ચારેબાજુ સમૃદ્ધ સંસ્કૃતિ, વિરાસત, ઐતિહાસિક ઘટનાઓ અને કિસ્સાઓ છે. તે દ્રષ્ટિએ જોઈએ તો આપણી પાસે દર્શકોને દેખાડવા માટે તથા તેમને સારૂ મનોરંજન આપવા માટે અનેક પ્રકારની સામગ્રી છે. ફિલ્મ નિર્માતાઓએ સિનેમાની તાકાતનો ઉપયોગ એક સકારાત્મક સંદેશ આપવા, સારા વિચારોનું આદાનપ્રદાન કરવા, તેમજ દર્શકો સુધી વાસ્તવિક અને પ્રેરણાત્મક વાર્તાઓ પહોંચાડવા માટે કરવો જોઈએ.  આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રાશીદ રંગરેજ દ્વારા લખવામાં આવી છે. તેમજ તેનું નિર્દેશન સમરજિતસિંહે કર્યું છે. આ ફિલ્મનું ટ્રેલર 9 માર્ચ શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

જો યુરિક એસિડ વધી ગયું છે, તો બિલકુલ નાં ખાશો આ દાળ, નહીં તો પડી શકે છે ભારે

Weight Loss Salad Recipe: આ સ્વાદિષ્ટ સલાદ પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે, જાણો સરળ રેસીપી

Eid Special Recipe- સેવઈ પાયસમ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

આગળનો લેખ
Show comments