Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sonchiriya Trailer: ગાળો અને ગોળીઓથી ભરેલુ છે સોન ચિડિયાનુ ટ્રેલર, ડાકુઓની દમદાર સ્ટોરી

Sonchiriya Trailer
મુંબઈ. , સોમવાર, 7 જાન્યુઆરી 2019 (14:32 IST)
સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકરની ફિલ્મ સોન ચિડિયાનુ ટ્રેલર રજુ થઈ ગયુ છે. ટ્રેલરમાં ભૂમિ પેડનેકર, સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી ચંબલના બાગીના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરીના રોજ રજુ થઈ રહી છે. 
2 મિનિટ 43 સેકંડના આ ટ્રેલરમાં માન સિંહ ગૈગની સ્ટોરી બતાવી છે. આ ફિલ્મ 1975માં લાગેલી ઈમરજેંસીના બૈકગ્રાઉંડ પર બની છે. ટ્રેલરમાં ભૂમિ પેડનેકર પણ બાગી ડાકુઓના રોલમાં છે. આ ફિલ્મના ડાયલોગ્સમાં જોરદાર પંચ છે. 
 
ફિલ્મમાં કૈરેક્ટર્સને વાત કરીએ તો એ હિસાબથી લોકલ બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોન ચિડિયામાં આશુતોષ રાણા પોલીસ ઈંસ્પેક્ટરના રોલમાં છે. ફિલ્મ ગોળીઓ અને એક્શનથી ભરપૂર છે. સોન ચિડિયાનુ ટ્રેલર ગૈગ્સ ઓફ વાસેપર અને પાન સિંહ તોમરની યાદ અપાવી દેશે. 
 
રજુ થયુ હતુ ટીઝર 
 
સોન ચિડિયાનુ ટીઝર ગયા મહિને રજુ થયુ હતુ.  ટીઝરની શરૂઆત થાય છે એક ડાયલોગથી અને એ છે Ab yeh દેખનો hai, ki  ખલીફા બનેલો kaun? અને ત્યારબાદ ડાકુના વેશમાં જોવા મળે છે મનોજ વાજપેયી અને રણવીર શૌરી. જય ભવાનીના જયકાર સાથે ચબલની ઝલક દેખાય છે. આ પહેલા ફિલ્મનુ પોસ્ટર પણ રજુ થયુ હતુ. જેમા ચેતાવણી લખી હતી - એક ચેતાવણી - બૈરી બેઈમાન, બાગી સાવધાન. 
 
Sonchiriya Trailer
અભિષેક ચૌબે એ કર્યુ ડાયરેક્ટ 
 
સોન ચિડિયાને ઉડતા પંજાબ ફેમ અભિષેક ચૌબેએ ડાયરેક્ટ કરી છે. બીજી બાજુ ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાળા છે. પાન સિંહ તોમને લાંબા સમય પછી ડાકુઓની બીજી ફિલ્મ છે. હવે જોવાનુ એ છે કે સુશાંત સિહ રાજપૂત ફિલ્મમાં ગબ્બર સિંહની યાદ અપાવે છે કે નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- પત્ની તેમનો ગુસ્સો કેવી રીતે કાઢી શકે