rashifal-2026

કોણ છે Daldal માં અભિનયથી મહેફિલ લૂંટનારી સમારા તિજોરી, પિતા છે પૉપુલર અભિનેતા, હૉટનેસમાં સૌને આપી રહી છે માત

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2026 (13:46 IST)
ભૂમિ પેડનેકરની સીરિઝ 'દલદલ' (Daldal) અમેજન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. જેમા તેની દમદાર પરફોર્મેંસના વખાણ થઈ રહ્યા છે. આ સીરીઝમા દીપક તિજોરીની પુત્રી સમારા તિજોરી એ એક સીરિયલ કિલરનો નેગેટિવ રોલ ભજવ્યો છે. જેણે દર્શકોનુ ધ્યાન ખેચ્યુ છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samara Tijori (@samaratijori)

 
મનોરંજન ડેસ્ક.  ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ની સીરીઝ દલદલ (Daldal) અમેજન પ્રાઈમ વીડિયો પર રજુ થઈ.  આ મિસ્ટ્રી થ્રિલરને પોતાના દમદાર પરફોર્મેંસને કારણે ખૂબ પ્રશંસા મળી રહી છે. દલદલમાં ભૂમિએ ડીસીપી રીતા ફરેરાની ભૂમિકા ભજવી છે.  
 

ભજવ્યો છે સીરિયલ કિલરનો રોલ 

 
આ શ્રેણીમાં બીજા એક પાત્રે તેના નકારાત્મક પાત્રાલેખન માટે ધ્યાન ખેંચ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ દીપક તિજોરીની પુત્રી, સમારા તિજોરી વિશે.
 
સમારા આ શ્રેણીમાં અનિતા આચાર્ય, જેને અનંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું પાત્ર ભજવે છે. તે એક સિરિયલ કિલરનું પાત્ર ભજવે છે જે ખુદને પત્રકાર તરીકે ઓળખાવે  છે. સમારા અભિનેતા-દિગ્દર્શક દીપક તિજોરીની પુત્રી છે અને વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samara Tijori (@samaratijori)

સમારાનો જન્મ 17 ઓક્ટોબર, 1998 ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે જમનાબાઈ નરસી સ્કૂલ અને પછી અજમેરની માયો કોલેજ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો,  આ ઉપરાંત તેણે રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ પણ રમ્યુ હતુ.  સમારાએ મુંબઈની સોફિયા કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samara Tijori (@samaratijori)

અભિષેક બચ્ચન સાથે પણ કર્યું કામ   

 
તેણે "બોબ બિશ્વાસ" ફિલ્મથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેણે અભિષેક બચ્ચનની પુત્રીની ભૂમિકા ભજવી હતી.
 
આ પહેલા, તેણે કેમેરા પાછળ સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેણે ઢિશૂમ અને ભૂત: પાર્ટ વન - ધ હોન્ટેડ શિપ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યુ.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samara Tijori (@samaratijori)

પોતાના તાજેતરના અભિનય વિશે બોલતા, તેણે  એક ઈંટરવ્યુમાં કહ્યું, "આ  ખૂબ જ રોમાંચક છે. તે જાણીને ખૂબ જ આનંદ થાય છે કે મારી મહેનતને ઓળખ અને પ્રશંસા મળી રહી છે ."
 
હાલ માટે, સમારા દલદલ ની સફળતાનો આનંદ માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે, પોતાના હોટ ફોટા શેર કરે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી રેસીપી - જુવાર કટલેટ

World Theatre Day 2026: સિનેમા હૉલમાં પૉપ કાર્ન આટલુ મોંઘુ કેમ હોય છે ?

Basil Seeds - પોષણનો ભંડાર છે આ કાળા બીજ, જાણો તેનું સેવન કરવાની યોગ્ય રીત, ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Lord Rama Baby Boy names- ભગવાન Lord Rama પરથી પ્રેરિત બેબી બોયના સુંદર નામો

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

આગળનો લેખ
Show comments