Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

RIP Salim Ghouse : અભિનેતા સલીમ ઘોષનુ હાર્ટ એટેકથી નિધન, ભારત એક ખોજ દ્વાર ઘર ઘરમાં થયા હતા ફેમસ

RIP Salim Ghouse  :  અભિનેતા સલીમ ઘોષનુ હાર્ટ એટેકથી નિધન, ભારત એક ખોજ દ્વાર ઘર ઘરમાં થયા હતા ફેમસ
, શુક્રવાર, 29 એપ્રિલ 2022 (11:48 IST)
દક્ષિણ ભારતીય અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સલીમ ઘોષનું ગુરુવારે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમની પત્ની અનિતા અને પુત્ર આર્યમાના જણાવ્યા અનુસાર, 70 વર્ષીય સલીમ ઘોષને બુધવારે મોડી રાત્રે વર્સોવાની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.
 
ચેન્નઈમાં જન્મેલા અને ત્યાં જ  શિક્ષણ મેળવનાર ઘોષે ત્યારબાદ FTII, પુણેમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને પછી થિયેટરોમાં ઝંપલાવ્યું. તેઓ માર્શલ આર્ટના નિષ્ણાત પણ હતા. ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, યે જો હૈ ઝિંદગી અને સુબાહમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા, સલીમ ઘોષે બોલિવૂડ અને દક્ષિણ ભારતમાં એકસરખી લોકપ્રિયતા મેળવી હતી. તેમણે  વર્ષ 1978માં ફિલ્મ સ્વર્ગ નર્કથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે કેટલાક મોટા સ્ટાર્સ અને બેનરો સાથે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો. આમાં સૌથી મહત્વની હતી ડીડી પર આવતી સીરિયલ 'ભારત એક ખોજ'. આ શોથી તેમને ઘરે ઘરે  ઓળખ મળી. 
 
તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ જેટલી સરળતાથી હિન્દી ડાયલોગ્સ બોલી શકતા હતા એટલી જ સહજતાથી તે તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી જેવી ઘણી ભાષાઓમાં ડાયલોગ બોલતા હતા. તેમની અન્ય ફિલ્મોમાં દ્રોહી (તેલુગુમાં પણ), ચિન્ના ગોંડર (બંને 1992), મણિરત્નમની થિરુદા થિરુદા (1993), સરદારી બેગમ (1996)નો સમાવેશ થાય છે. સોલ્જર (1998), ઈંડિયન (2001), અને મિસ્ડ કોલ (2005).

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

43 વર્ષના થયા શરમન જોશી - પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણાને જોતા જ પ્રેમમાં પડી ગયા હતા, બંનેએ એક વર્ષ ડેટિંગ કર્યા બાદ કર્યા હતા લગ્ન