Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિગ્દર્શક ડૉ. એસ કે દાસની શોર્ટ ફિલ્મ 'સની'એ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ જીત્યો

Film Festival Award
, બુધવાર, 27 એપ્રિલ 2022 (06:21 IST)
"11મા સીએમસી વટાવરન ફિલ્મ ફેસ્ટિવલ એન્ડ એવોર્ડ્સ" ખાતે શોર્ટ ફિલ્મ 'સની' માટે 'લાઇવલીહુડ એન્ડ સસ્ટેનેબલ ટેક્નોલોજીસ' શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર
 
 'સોશ્યલ ઈમેજ પ્રોડક્શન'ના બેનર હેઠળ નિર્મિત અને ડૉ. એસ કે દાસ દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ "સની - ધ સન ઑફ રિવર મહાનદી"ને '11મી સીએનસી વટાવરન ખાતે 'લાઇવલીહુડ એન્ડ સસ્ટેનેબલ ટેક્નોલોજીસ' શ્રેણીમાં શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ માટે 23 એપ્રિલ 2022ના રોજ ચંદીગઢમાં રજૂ કરવામાં આવી.આ વર્ષે કુલ 21 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોને 10 કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો.  ફિલ્મ નિર્માતા શ્યામ બાગેગલ, ડૉ. જી.બી.કે. રાવ, ફેસ્ટિવલના ડિરેક્ટરો વગેરે જેવા ઘણા દિગ્ગજો દ્વારા તેનું જજ કરવામાં આવ્યું હતું. એસ કે દાસને રૂ. 50,000, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.  જે બદલ તેમણે સમિતિ અને જ્યુરીના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
 
 ડૉ. સ્વેતા કુમાર દાસ (એસ કે દાસ) એ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાંથી એમએ, એમ.ફિલ અને પીએચડી પૂર્ણ કર્યા પછી ઓડિશા વહીવટી સેવામાં કારકિર્દી બનાવી.  મહિલા સશક્તિકરણ, ખેડૂત આત્મહત્યા, જાતિ વ્યવસ્થા, આપત્તિ વ્યવસ્થાપન અને વર્તમાન સામાજિક અંધશ્રદ્ધા જેવા સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં તેમને વિશેષ રસ છે. તેમના દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ 'માસ્ક'એ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા.
Film Festival Award
 દિગ્દર્શક ડૉ. એસ કે દાસ કહે છે, "શોર્ટ ફિલ્મ 'સની' મહાનદી નદી અને ઓડિશામાં માછીમારોની આજીવિકા પર આધારિત છે. આ ફિલ્મ ઓડિયા ભાષામાં બનાવવામાં આવી છે. મહાનદી નદીને ઓડિશાની માતા માનવામાં આવે છે.નદી લોકોની આજીવિકા સાથે સંકળાયેલ છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે માછીમાર સમુદાયને બે રાજ્યો વચ્ચેના પાણીના વિવાદનો સામનો કરવો પડે છે."
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhool Bhulaiyaa 2 Trailer- ભૂલ ભુલૈયા 2.0 : ટ્રેલર રિલીઝ ભૂલ ભૂલૈયા 2