Publish Date: Sat, 23 May 2026 (14:48 IST)
Updated Date: Sat, 23 May 2026 (16:12 IST)
પ્રતિકનુ તેના પિતા રાજ બબ્બરથી દૂર રહેવાની વાત કોઈનાથી છિપાઈ નથી. આ અણબનાવની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે પ્રતિકે તેના પિતા કે પરિવારની જાણ બહાર પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા. તેના સાવકા ભાઈ આર્ય બબ્બરે નિરાશા વ્યક્ત કરી.
આર્ય બબ્બરનો સાવકાભાઈ પ્રતિક પર આરોપ
આર્ય બબ્બરે તાજેતરમાં વિકી લાલવાણી સાથેની વાતચીતમાં તેના સાવકા ભાઈ પ્રતીકના વર્તન પર નારાજગી અને ઉદાસી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "અમે કેટલાક સંબંધોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ કારણ કે તે ખૂબ જ નાજુક હોય છે. તેથી જ અમે તેમની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ અમે સમજી શક્યા નહીં કે પ્રતીકે તેની ભૂતપૂર્વ પત્નીથી છૂટાછેડા પછી અચાનક અમારો સંપર્ક કેમ બંધ કરી દીધો. મેં તેને ઘણી વાર મેસેજ કર્યો અને ફોન કર્યો, પરંતુ ક્યારેય જવાબ મળ્યો નહીં."
પૈસાની જરૂર હોય તો યાદ આવે છે પિતા
આર્ય બબ્બર આગળ બતાવે છે કે કેવી રીતે પ્રતીકની વાર્તામા હંમેશા તેના પિતા રાજ બબ્બર, તેમની પહેલી પત્ની નાદિરા બબ્બર અને તેના પરિવારને ખલનાયક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. છતાં, પ્રતીક રાજ બબ્બરના પુત્ર હોવાનો ફાયદો ઉઠાવે છે. તેમણે કહ્યું, "એવું લાગે છે કે જ્યારે તમારા પાસે કામ ન હોય કે તમારુ કરિયર સારી રીતે ચાલી ન રહ્યુ હોય અને તમને ખર્ચ માટે પૈસાની જરૂર હોય, ત્યારે તે તમારા પિતા બની જાય છે. જ્યારે તમે એ જ ઘરમાં રહો છો જે તમારા પિતાએ તમારી માતા સ્મિતા પાટિલ માટે ખરીદ્યું હતું, ત્યારે પણ તે તમારા પિતા છે. પરંતુ જ્યારે સન્માનની વાત આવે છે, ત્યારે તે તમારા પિતા નથી."
પ્રતીકની આ વાત પર બતાવ્યો અફસોસ
આર્ય આગળ કહે છે, "એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્મિતા માનો પુત્ર, જેના માટે મારા પિતાએ પોતાનો પરિવાર છોડી દીધો હતો, આજે એ જ સ્મિતા મા નો પુત્ર તેમને પિતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે. આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? એક મોટા ભાઈ તરીકે, હું હંમેશા તેની સાથે છું, પરંતુ જો મને પૂછવામાં આવે કે શું હું તેને પહેલા જેટલો જ તેને જ તીવ્રતાથી પ્રેમ કરી શકું છું, તો મારો જવાબ ના હશે."
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો