Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડ ફિલ્મ 'રિઝવાન' થઇ રિલીઝ, રાજકોટના કલાકારોએ બોલીવુડમાં કર્યું પદાર્પણ

Webdunia
શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (15:07 IST)
સત્યઘટના પર આધારિત બોલીવુડ ફિલ્મ 'રિઝવાન'માં જોવા મળશે રાજકોટના કલાકારોનો અભિનય 
 
'રિઝવાન' ફિલ્મ રિઝવાન અડાતિયયાના વાસ્તવિક જીવન પર આધારિત છે, જે આફ્રિકામાં જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી સમાજ સેવક છે.  રિઝવાન આગામી 28 ફેબ્રુઆરી 2020 ના રોજ રજૂ થવાની તૈયારીમાં છે. ઓટોગ્રાફ એન્ટરટેઇનમેન્ટ અને રિઝવાન અડાટિયા પ્રોડક્શન્સના સહયોગથી આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન હરેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે.
 
એક સાચી કથા પર આધારીત ફિલ્મ કે જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ એક પ્રામાણિક સજ્જનના જીવનનો ગ્રાફ દર્શાવે છે અને તે ચોક્કસપણે દરેક વય જૂથના લોકોને પ્રેરણા આપશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતા લેખક ડો.શરદ ઠાકરે લખી છે.  અભિનેતા વિક્રમ મહેતા, કેયુરી શાહ, રાજકોટના ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, ચિરાગ કથરેચા,તેજ જોશી, અદ્વૈત અંતાણી ઉપરાંત ગૌરવ ચાંસોરિયા, દિગીષા ગજ્જર, સોનુ મિશ્રા, સાગર મસરાણી, હિતેશ રાવલ ફિલ્મના મુખ્ય પાત્રો બહાર લાવ્યા છે.
 
નિર્દેશક કારકિર્દી દરમિયાન આને સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ તરીકે દર્શાવતા, ફિલ્મ રિઝવાનના નિર્દેશક હરેશ વ્યાસ કહે છે, “રિજવાન ફિલ્મના પ્રસંગને તમે રૂપેરી પડદે જોશો તે મારા માટે એક સપનું હતું જે હવે સાકાર થયું છે. અને હું સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ છું અને આ હકીકત પર ગર્વ અનુભવું છું. અમે આ ફિલ્મ સાથે સંપૂર્ણ ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તે સાચી જીવનની વાર્તા પર આધારિત છે, જો કે તે અમારા દરેક માટે એક મોટો પડકાર હતો. એક જીવંત વ્યક્તિ માટે એક ફિલ્મ તરીકે જીવનની સફર બનાવવી અને જનતાનું મનોરંજન કરતી વખતે કોઈ જીવંત વ્યક્તિની પ્રતિભાને હાનિ ન પહોંચે છતાં તથ્યને જાળવવું એ એકદમ મુશ્કેલ કાર્ય હતું.  તમામ કલાકારોએ ફિલ્મને જીવંત બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને મને ખાતરી છે કે પ્રેક્ષકો આ ફિલ્મ પસંદ કરશે. ”
 
ફિલ્મમાં રિઝવાન આડતીયાની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રમ મહેતા કહે છે, “આ બાબતે મને  ગર્વ થાય છે કે આ ફિલ્મમાં રિઝવાન આડતીયાની ભૂમિકા નિભાવવા માટે મને પસંદ કરવામાં આવ્યો. ડિરેક્ટર હરેશ વ્યાસના મનમાં પાત્ર બનવા માટે મેં ખૂબ જ તણાવપૂર્ણ અને મુશ્કેલ ઓડિશન આપ્યું.  જો કે, એકવાર પસંદ કર્યા પછી મેં રિઝવાન અડા તિયા વિશેની બધી માહિતી એકત્રિત કરી જે ઉપલબ્ધ અને શક્ય હતી.  મેં તેની સાથે સમય વિતાવ્યો જેથી હું તેને નજીકથી જાણી શકું અને તેની શૈલી અને પદ્ધતિઓ તેમ જ મુદ્દાઓને ઉકેલવાની તેમની પદ્ધતિનું અનુકરણ કરી શકું.  આ શિક્ષણ ફક્ત ફિલ્મ માટે જ નહોતું પરંતુ તે મારા જીવન દરમ્યાન મને માર્ગદર્શન આપશે કારણ કે હું મારા જીવનમાં અમુક સકારાત્મક પાસા લાવવામાં સફળ થયો છું.  પ્રેક્ષકો મારી સખત મહેનતની સફળતા અંગે નિર્ણય કરશે. ”
 
પ્રખ્યાત વેપારી વ્યકિત અને પરોપકારી રિઝવાન આડતિયા ની સફળતાની વાર્તા તેમના પોતાના જીવનમાં ભારત અને ભારતીયો માટે ચોક્કસ પ્રેરણાદાયક છે.  આ વાત પર રિઝવાન આડતિયા  કહે છે, “મને મારા જીવનની સફરનો ગૌરવ છે અને મને લાગે છે કે આ  ચોક્કસપણે કોઈને પ્રેરણા આપી શકે છે.  એક નાનો છોકરો, જે ઈમાનદારીથી કામ કરવા માંગે છે, તેના હૃદયમાં વિશાળ સપના છે, મારી યાત્રા ક્યારેય સરળ નહોતી અને મારા માર્ગમાં દરેક પ્રકારના અવરોધો હતા. મારા જે સપના હતાં તે પ્રાપ્ત કરવું એ કંઈ પણ સરળ નહોતું, પણ હું ચોક્કસ એટલું જાણતો હતો કે મારી પાસે હાર સ્વીકારવાનો અને પ્રયત્નો છોડવાનો કોઈ વિકલ્પ નહોતો.  આજે, એક ફિલ્મ દ્વારા આ પ્રેરણાદાયી યાત્રા જોઈને મને ખૂબ આનંદ થાય છે. ”
 
ફિલ્મ ‘રિઝવાન’ નું સંગીત તમને એક જાદુઈ વાતાવરણ તરફ લઈ જાય છે.  ફિલ્મ માં ‘શુકર હૈ, વ્યાધિ નાથી’ નું થીમ ગીત તમને અવરોધોને કેવી રીતે દૂર કરવા અને હંમેશાં સકારાત્મક જીવન જીવી શકે છે તેનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે.  સોહેલ સેન દ્વારા આ ગીતને  સંગીત આપ્યું છે તો અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટે શબ્દોથી સજાવું છે . આ ગીતને પ્રખ્યાત ગાયક અલ્તામશ ફરીદીએ ભાવનાત્મક રીતે રજૂ કર્યું છે.  ફિલ્મ માં ‘આઓ સબકો શીખલડે હમ’ બીજું પ્રેરણાદાયી ગીત સોહેલ સેન દ્વારા સંગીત બદ્ધ અને અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટ દ્વારા લખાયેલું છે અને આ ઉદિત નારાયણ દ્વારા સુંદર રીતે ગવાયું છે.  ફિલ્મ ‘રિઝવાન’ નું મુખ્ય આકર્ષણ  એક  પોર્ટુગીઝ ભાષાનું ગીત છે જે નિર્દેશક શ્રી હરેશ વ્યાસે જાતે નિલજાની સહાયથી લખ્યું હતું.  ફ્રાન્સિસ્કો ફોર્ટુના દ્વારા સંગીત અપાયું અને  મેરીઓન દ્વારા આ ગીત ગાયું છે.
 
ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે તેવી આ ફિલ્મ લોકોને પસંદ પડશે તેવો ફિલ્મ ' રિઝવાન ' ના તમામ કલાકારો એ અને ખુદ રિઝવાન આડતિયા એ વિશ્વાસ જતવ્યો હતો. ત્રણ અલગ અલગ દેશો કોંગો મોઝામ્બિક અને ભારતમાં શૂટ થયેલી આ ફિલ્મમાં થ્રિલ અને ડ્રામા પણ છે અને પ્રેરણાત્મક સંદેશ પણ છે. લોકો ફિલ્મ જોવા થીયેટરમાં જવા સમગ્ર ટાઇમ દ્વારા અપીલ કરાઈ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

આગળનો લેખ
Show comments