Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Madhuri Dixit- પાવાગઢમાં માધુરી દીક્ષિતનું શૂટિંગ

Madhuri Dixit- પાવાગઢમાં માધુરી દીક્ષિતનું શૂટિંગ
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:25 IST)
બોલીવુડ અભેનેત્રી માધુરી દીક્ષિત યાત્રાધામ પાવાગઢમાં શૂટિંગ કરવાની છે. 'મેરે પાસ મા હે' ફિલ્મના શૂટિંગ માટે ત્રણ દિવસનો પ્રવાસ છે, ત્યારે સ્થાનિક મીડીયાને દૂર રખાયા છે. શૂટિંગ એરિયામાં ખાનગી બાઉન્સર સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામા મસ્જિદ, વળાતળાવ, રોપવે,ભદ્ર ગેટ, સાત કમાન, સ્થળોએ શૂટિંગ કરવામાં આવશે.  આણંદના ધર્મજ, વડોદરા એરપોર્ટ, સહિત પાવાગઢ ગામ અને શક્તિપીઠ ખાતે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું.
 
90ના દશકામાં ફિલ્મો દ્વારા લાખો દિલો પર રાજ કરનારી માધુરી દીક્ષિતના આજે પણ એટલા જ ફેન છે. સોમવારે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ માટે પંચમહાલ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી હતી. આ દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 
 
સોમવારે માધુરીએ પાવાગઢમાં આવેલા રોપ-વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું, જેના કારણે રોપ-વે સેવાને અસર પહોંચી હતી. જ્યાં સુધી શૂટિંગ ચાલ્યુ ત્યાં સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. એક્ટ્રેસની ફિલ્મનું પાવાગઢમાં ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલવાનું છે. આજે તે પાવાગઢના ભદ્રગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવી જગ્યા પર શૂટિંગ કરશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છૂટાછેડાના અહેવાલો વચ્ચે નિક જોનાસના વીડિયો પર પ્રિયંકા ચોપરાની ટિપ્પણી વાયરલ થઈ