Publish Date: Sat, 24 Apr 2021 (14:24 IST)
Updated Date: Sat, 24 Apr 2021 (16:05 IST)
વરુણ ધવન 34 વર્ષના થઈ ગયા છે. આજે તેઓ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ પ્રસંગે દેશ વિદેશથી ફૈસ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. તો બીજી બાજુ બોલીવુડના અનેક કલાકાર વરુણ ધવન પર પ્રેમ લૂટાવી રહ્યા છે. જેમા સૌથી ખાસ અર્જુન કપૂરની બર્થડે વિશે છે. તો ચાલો જોઈએ કયા કયા કલાકારોએ વરુણ ધવનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
સારા અલિ ખાને પોતાના ઈસ્ટા સ્ટોરી પર વરુણ ધવન સાથે અનેક તસ્વીર પોસ્ટ કરી.
માધુરી દીક્ષિતે પોતાના ઈસ્ટાગ્રામ પર વરુણ ધવન સાથેની એક તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીર ડાંસ શો ની છે. જેમા વરુણ ધવન મહેમાન બનીને પહોંચ્યા હતા. માધુરી અને વરુણ ડાંસ કરવાના પોઝમાં છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ - હેપી બર્થડે વરુણ ધવન, તમે હંમેશા આ રીતે જ ચાર્મિગ રહો, ખૂબ ખૂબ પ્યાર.
અનિલ કપૂરે વરુણ ધવન સાથે અનેક તસવીરો પોસ્ટ કરી. તેમણે લખ્યું છે - 'હેપ્પી બર્થ ડે વરુણ ધવન, જુગ જુગ જિયો. ખુબ ખુશી અને પ્રેમ. ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર અને વરુણ ફિલ્મ જુગ જુગ જિયોમાં એકસાથે કામ કરી રહ્યા છે.
અર્જુન કપૂરે વરૂણ ધવનની અનેક શર્ટલેસ તસવીરો ભેગી કરીને એક વીડિયો બનાવ્યો. તેણે તેની તુલના મૌગલી સાથે કરી છે. 'જંગલ જંગલ બાત ચલી હૈ ..' ગીત વિડિઓની પૃષ્ઠભૂમિમાં ભજવે છે. અર્જુન કપૂરે લખ્યું છે, 'જુહુનો અદભૂત શર્ટલેસ, જન્મદિવસની શુભેચ્છા.'