Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD Aamir Khan - આ 11 ફ્લોપ ફિલ્મોને કારણે ડૂબવાનુ હતુ આમિર ખાનનુ કેરિયર, પછી આ રીતે માર્યો ચોક્કો

Webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (10:37 IST)
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આજે પોતાનો 57th જનમદિવસ (Aamir Khan Birthday) ઉજવી રહ્યા છે. પોતાના દમદાર અભિનય અને સારા કંટેટવાળી ફિલ્મો માટે જાણીતા આમિર ખાન (Aamir Khan)આજે કોઈ પરિચયના મોહતાજ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રજુ થયેલી લગભગ દરેક ફિલ્મમાં આમિર ખાન જુદા જુદા ચેલેજિંગ રોલ ભજવતા આવ્યા છે અને આ જ કારણ છે કે વર્સેટાઈલ એક્ટર પણ કહેવામાં આવે છે.  તારે જમીન પર, ગજની, દંગલ, લગાન અને રંગ દે બસંતી સહિત એવી ઘણી ફિલ્મો છે જેમાં આમિર ખાને પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. આમિર ખાનના કરિયરમાં એક એવો સમય હતો જ્યારે તેની દરેક ફિલ્મ ફ્લોપ બની રહી હતી. આ સમયે લોકોને લાગવા માંડ્યું હતું કે આમિર ખાન ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકશે નહીં. આજે તેમના જન્મદિવસના અવસર પર અમે તમને બતાવી રહ્યા છે આમિર ખાનની તે ફિલ્મો વિશે, (Aamir Khan Flop Movies)જેના કારણે તેમનું કરિયર ડૂબવાની પરિસ્થિતિ આવી ગઈ હતી. 
ફ્લોપ રહી હતી આમિર ખાનની આ 11 ફિલ્મો 
 
આમિર ખાનની ફ્લોપ ફિલ્મોની યાદીમાં સૌથી ઉપર ફિલ્મ મેલાનું નામ આવે છે. આ ફિલ્મમાં તેનો ભાઈ પણ જોવા મળ્યો હતો અને મુખ્ય અભિનેત્રી ટ્વિંકલ ખન્ના હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આમિર ખાનની પરંપરા, બાઝી, ટેરર ​​હી ટેરર, જવાની ઝિંદાબાદ, અફસાના પ્યાર કા અકેલે હમ અકેલે તુમ, લવ લવ લવ, ધોબીઘાટ, દૌલત કી જંગ અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પણ બોક્સ ઓફિસ પર ખરાબ ચાલી હતી.
 
આમિર ખાનની રિજેક્ટ થયેલી ફિલ્મો
 
આમિર ખાનને ભલે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટનો ટેગ મળ્યો હોય, પરંતુ તેણે પોતાની કારકિર્દીમાં ઘણી ભૂલો પણ કરી છે. આમિર ખાને પણ પોતાના કરિયર દરમિયાન આવી ઘણી મોટી ફિલ્મો છોડી છે, જેનો તેને અફસોસ તો થયો જ હશે. આમિર ખાને હમ આપકે હૈ કૌન, ડર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, જોશ, નાયક, સ્વદેશ અને સાજન જેવી ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી.
 
ભૂલોમાંથી લીધી શીખામણ 
એવું કહેવાય છે કે માણસ ભૂલોમાંથી શીખે છે અને આમિર ખાને પણ શીખ્યા. એક પછી એક થઈ રહેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને આમિર ખાને પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું અને એવી ફિલ્મો સાઈન કરી જે સીધી દર્શકો સાથે જોડાઈ શકે. આમિર ખાનની નવી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા(Laal Singh Chaddha) ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan) જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

આગળનો લેખ
Show comments