બોલીવુડ એક્ટર ઈરફાન ખાનને બ્રેન ટ્યૂમર થવાના સામચાર સામે આવી રહ્ય છે. જેને કારણે તેમને બ્રેન ટ્યૂમરના કારણે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉંટ પરથી એક પોસ્ટ કરી બતાવ્યુ હતુ કે તે કોઈ ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. પણ હવે સામે આવ્યુ છે કે તે બ્રેન ટ્યુમર જેવી જીવલેણ બીમારીથી પીડિત છે.
ઈરફાન ખાન બ્રેન ટ્યૂમરની ચોથી સ્ટેજ પર છે. જ્યા આ બીમારી વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત સમાચાર છેકે જલ્દી જ તેમનુ ઓપરેશન કરી શકાય છે. ઈરફાને સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેઓ કોઈ ગંભીર બીમારીથી જકડાય ગયા છે. આ બીમારી ખૂબ ઓછા લોકોને થાય છે. ઉલ્લેખનીય છે કે ઈરફાન છેલ્લા 15 દિવસથી ઘરે આરામ કરી રહ્યા છે. 51 વર્ષના એક્ટરે ટ્વીટ કરી જણાવ્યુ કે તે અ ને તેમનો આ બીમારીના સમાચારથી ખૂબ વિચલિત છે.
ઈરફાને લખ્યુ - મારી લાઈફ એક સસ્પેંસ
સોશિયલ મીડિયા પર ઈરફાને લખ્યુ ક્યારેક ક્યારેક તમે જાગો છો અને જુઓ છો કે તમારી જીંદગી એકદમ હલી ગઈ છે. છેલ્લા 15 દિવસથી મારુ જીવન અનિશ્ચિતતાની સ્ટોરી બની ગયુ છે. મને તેના વિશે અંદાજ પણ નહોતો કે દુર્લભ સ્ટોરીઓની શોધ કરતા કરતા મને એક દુર્લભ બીમારી મળી જશે. જો કે મે ક્યારેય આશાના કિરણને અસ્ત થવા દીધુ નથી અને હંમેશા મારી પસંદ માટે લડાઈ લડી અને લડતો રહીશ.