Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોની બની જોડિયા બાળકોની મમ્મી...

સની લિયોની
પોર્ન ફિલ્મો પછી બોલીવુડમાં પોતાનુ સ્થાન બનાવનારી અભિનેત્રી સની લિયોની એકવાર ફરી માતા બની છે.  ગયા વર્ષે સનીએ એક બાળકી દત્તક લીધી હતી અને આ વખતે એક ફોટો શેયર કર્યો છે જેમા તેના પતિ અને તેની બાળકી ઉપરાંત બે નાના બાળકો પણ દેખાય રહ્યા છે. 
 
સોશિયલ મીડિયા પર આ તસ્વીર સાથે સનીએ લખ્યુ છે... આ ઈશ્વરની કૃપા છે.. 21 જૂન 2017 એ દિવસ હતો જ્યારે પતિએ અને મને એ અંદાજ થઈ ગયો હતો કે થોડાક જ સમયમાં અમારા ત્રણ બાળકો હશે. 
webdunia
"અમે  યોજના બનાવી અને પરિવાર વધારવાની કોશિશ કરી અને આટલા વર્ષ પછી અશર સિંહ બેબર, નોહા સિંહ બેબર અને નિશા કૌર બેબર સાથે આ પરિવાર છેવટે પુરો થઈ ગયો છે."
 
"અમારા છોકરાઓનો જન્મ થોડા દિવસ પહેલા થયો છે પણ અમારા દિલમાં અને આંખોમાં આ અનેક વર્ષોથી વસેલા હતા. ઈશ્વરે અમારી માટે ખાસ યોજના બનાવી રાખી હતી અને અમને મોટો પરિવાર આપ્યો.  અમે બંને ત્રણ સુંદર બાળકોના પિતા છીએ. અમને ગર્વ છે  આ બધા માટે સરપ્રાઈઝ છે." 
webdunia
સની લિયોનીના પતિએ પણ આ તસ્વીર શેયર કરી અને સાથે લખ્યુ "નોહા અને અશર બેબરને હેલો કહો. જીંદગીનો આગામી અધ્યાય. કરન, નિશા, નોહા, અશર અને હુ."
 
પણ શુ આ બાળકોને સનીએ જન્મ આપ્યો. આ સવાલ સોશિયલ મીડિયા પર ખૂબ છવાય રહ્યો હતો. થોડી જ વાર પછી તેમણે પોતે જ આનો જવાબ આપ્યો. 
 
સનીએ લખ્યુ "કોઈને કોઈ ભ્રમ ન થાય તેથી બતાવવા માંગુ છુ કે અશર અને નોહા અમારા બાયોલૉજિકલ બાળકો છે.  અમે અનેક વર્ષ પહેલા પરિવાર પુર્ણ કરવા માટે સરોગેસીનો વિકલ્પ પસંદ કર્યો હતો અને હવે આ છેવટે પુરો થઈ ગયો. હુ ખૂબ ખુશ છુ."
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ