Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hungama 2 Trailer: હંગામા 2નુ મજેદાર ટ્રેલર રજુ થયુ, કન્ફ્યુઝન વચ્ચે ખૂબ હસાવશે આ ફિલ્મ, જુઓ ટ્રેલર

Webdunia
ગુરુવાર, 1 જુલાઈ 2021 (17:15 IST)
આ વર્ષની મોસ્ટ અવેઇટેડ કોમેડી ફિલ્મ હંગામા 2 નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર ખૂબ જ રમુજી છે, જેને જોઈને તમે ખૂબ હસશો. હંગામાની જેમ પરેશ રાવલ પણ આ ફિલ્મમાં પરેશ રાવલ પોતાની કન્ફ્યુજનથી લોકોને હસવાનૂ કારણ બનતા દેખાય રહ્યા છે. 
 
તેમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા, પરેશ રાવલ, પ્રનિતા, મીજાન અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં છે.

 
ફિલ્મની સ્ટોરી એક બાળકીને લઈને છે. એક યુવતી આવીને મિજાન પર આરોપ લગાવે છે કે આ બાળકી તેની છે. ત્યારબાદ બધુ કન્ફ્યુઝન ઉભુ થાય છે. બીજી બાજુ પરેશ રાવલને લાગે છે કે તેની પત્નીનુ અફેયર ચાલી રહ્યુ છે.  હંગામાની જેમ તેમા પણ તે સિચુએશનને પોતાના હિસાબથી સમજે છે અને ફરી કન્ફ્યુજન જેવી સ્થિતિ બની જાય છે. 
 
તમારી માહિતી માટે બતાવી દઈએ કે આ ફિલ્મ હંગામા ફ્રેંચાઈજીની બીજી ફિલ્મ છે. હંગામા 2003માં રજુ થઈ હતી. હંગામામાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની અને રિમી સેનએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 
 
આ ફિલ્મની સાથે શિલ્પા શેટ્ટી કુંદ્રા ફરી એકવાર મોટા પડદે કમબેક કરી રહી છે. શિલ્પા શેટ્ટી છેલ્લે 2007 માં આવેલી ફિલ્મ 'અપને'માં જોવા મળી હતી. ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમાં અક્ષય ખન્નાનો એક ખાસ કેમિયો છે.
 
વર્ષ 2020 માં જ હંગામા થિયેટરોમાં રજૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર રીલિઝ થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ઉપવાસ કરવાથી કેન્સર સહિત અનેક બીમારીઓ થાય છે દૂર, જાણો કેવી રીતે કરે છે કામ આયુર્વેદ

Exam Tips- 90 ટકા માર્ક્સ લાવવા માટે શું કરવુ જોઈએ

પ્રેશર કુકરમાં બટર ચિકન બનાવતા આ ટીપ્સ નથી જાણતા હશો તમે

Exam Preparation Tips - વારંવાર વાંચીને ભૂલી જાવ છો? આ ટિપ્સ સાથે આ રીતે અભ્યાસ કરો, તમને બોર્ડની પરીક્ષામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અકબર બીરબલની વાર્તા- ત્રણ સવાલ

આગળનો લેખ
Show comments