બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ અને સ્ટંટ ડિરેક્ટર રાજ કૌશલના નિધનથી સમગ્ર પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ. મંદિરા બેદી રાજ કૌશલના આકસ્મિત નિધનથી ભાંગી પડી છે.
હોસ્પિટલમાંથી અંતિમ સંસ્કાર માટે લઈ જતાં દરેક ક્ષણે મંદિરા એમ્બ્યુલન્સમાં રતિ રાજ કૌશલ સાથે જોવા મળી.
આજે સવારે હાર્ટ એટેકના કારણે રાજ કૌશલનું નિધન થયું હતું. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમના એક ખાસ મિત્રે રાજ કૌશલની મોતના સમાચારની ચોખવટ કરી છે. રાજ કૌશલને આજે સવારે 4.30 વાગ્યે ઘરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને પરિવારને કોઈ મેડિકલ મદદ મળે તે પહેલાં રાજ કૌશલનુ અવસાન થયું હતું
ઉલ્લેખનીય છે કે રાજ કૌશલ અને મંદિરા બેદીના બે સંતાન છે. રાજ કૌશલ વ્યવસાયે પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતા, રાજે અભિનેતાના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. રાજ કૌશલના નિધન પર તમામ બોલીવુડ હસ્તિઓએ શોક વ્યક્ત કર્યો છે.

રાજ કૌશલે તેમના કેરિયરમાં ત્રણ ફિલ્મ 'પ્યાર મેં કભી કભી', 'શાદી કા લડ્ડુ' અને 'એન્થોની કૌન હૈ' નિર્દેશિત કરી છે.. મંદિરા બેદી અને રાજ કૌશલની પ્રથમ મુલાકાત 1996 માં મુકુલ આનંદના ઘરે થઈ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતા હતા.