rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

hema malini post
, ગુરુવાર, 27 નવેમ્બર 2025 (14:58 IST)
hema malini post
બોલીવુડના હી-મેન તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનુ સોમવારે નિધન થઈ ગયુ. તેમના જવાથી ફિલ્મ ઈંડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે અને કોઈને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ બધુ સાચુ છે. ધર્મેન્દ્ર પોતાની પાછળ હસતો-રમતો પરિવાર છોડી ગયા છે. આ દુ:ખની ક્ષણે બોલીવુડ અને મનોરંજન જગત તેમની સાથે છે. આ દરમિયાન તેમની પત્ની હેમામાલિની ની દિલ તોડનારી પોસ્ટ સામે આવી છે. તેમણે પતિના નિધનના 3 દિવસ પછી આંખમાં આંસુ લાવી દેનારી પોસ્ટ કરી છે. જેને જોઈને કોઈનુ પણ દિલ તડપી જાય. ધર્મેન્દ્રના નિધનના ચોથા દિવસે હેમાની આ પોસ્ટ આવી છે. ગુરૂવારે જ અભિનેતની પ્રેયર મીટ પણ રાખવામાં આવી છે. 
 
 હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધન પછી પહેલી પોસ્ટ કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, "ધરમજી મારે માટે ધણુ બધુ હતા. એક વ્હાલા પતિ, અમારી બે પુત્રીઓ ઈશા અને અહાનાના લાડકા પિતા, મિત્ર, દાર્શનિક, માર્ગદર્શક, કવિ, દરેક મુશ્કેલ સમયમાં મારે માટે સૌથી જરૂરી વ્યક્તિ..  કહો તો એ મારે માટે બધુ જ હતા. અને હંમેશા સારા-ખરાબ સમયમાં મારી સાથે રહ્યા છે.  પોતાના સહજ, મિલનસાર વ્યવ્હારથી  અને હંમેશા બધા પ્રત્યે પ્રેમ અને રસ બતાવતા.. તેમણે મારા પરિવારના બધા સભ્યોને પોતાના બનાવી લીધા હતા".  

 
હેમા માલિનીએ આગળ લખ્યુ, "એક સાર્વજનિક વ્યક્તિત્વના રૂપમાં તેમની પ્રતિભા તેમની લોકપ્રિયતા છતા તેમની વિનમ્રતા અને તેમની અપીલે તેમને બધા દિગ્ગજો વચ્ચે એક અદ્વિતીય માણસ બનાવ્યા. ફિલ્મ ઈડસ્ટ્રીમાં તેમની પ્રસિદ્ધિ અને ઉપલબ્ધિઓ હંમેશા રહેશે.  મારુ વ્યક્તિગત નુકશાન અવર્ણનીય છે અને જે શૂન્ય ઉભુ થયુ છે તે જીવન ભર બન્યુ રહેશે. વર્ષો પછીના સાથે બાદ મારી પાસે એ ખાસ ક્ષણોને ફરીથી જીવવા માટે ઘણી યાદો શેષ છે" 
 
સાથે જ હેમા માલિનીએ એક વધુ પોસ્ટ કરી અને તેમા ધર્મેન્દ્રના પરિવાર સાથેના સંબંધોને બતાવ્યા છે. પુત્રીઓ સાથે તેમને કેટલીક ફોટોઝ પણ શેયર કરી છે. જેમા તેમની પુત્રીઓ ઈશા અને અહાના છે. સાથે જ હેમા માલિની સાથે પણ અનેક પ્રેમભર્યા ક્ષણ છે. જુઓ..   
પરિવાર સાથે ધર્મેન્દ્રના મોમેટ્સ 
હેમા માલિની આટલેથી જ રોકાઈ નહી. તેમણે કેટલાક વધુ ફોટોઝ શેયર કર્યા જેમા તેમને પરિવારની ઝલક બતાવી. ઈશા અને અહાનાના પિતા માટે પ્રેમ અને હેમા માલિની સાથે ધર્મેન્દ્રનો સંબંધ આ તસ્વીરોમાં સ્પષ્ટ દેખાય રહ્યો છે. 

 
છોડી ગયા બોલીવુડના 'હી-મેન'
બોલીવુડના 'હી-મેન' કહેવાતા અને હિન્દી સિનેમાના સૌથી ખાસ કલાકારમાંથી એક ધર્મેન્દ્રનો સોમવારે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પરિવારમાં હેમા માલિની, તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેમના છ બાળકો સની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ, અહાના દેઓલ, અજીતા અનેન વિજેતા છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર દરમિયાન ઈશા દેઓલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને પરિવાર પ્રત્યે સંવેદના બતાવતા હાથ જોડી રહી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો