rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

who will get Dharmendra property
નવી દિલ્હી. , મંગળવાર, 25 નવેમ્બર 2025 (13:43 IST)
ધર્મેન્દ્રનુ 89 વર્ષની વયે 24 નવેમ્બરના રોજ નિધન થઈ ગયુ છે. 12 નવેમ્બરના રોજ તેઓ મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાંથી ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેમની ઘરે જ સારવાર ચાલી રહી હતી. પણ સોમવારે તેમનુ નિધન થઈ ગયુ. મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટમાં તેમનો અંતિમ સંસ્કાર થયો. તેમને અંતિમ વિદાય આપવા માટે અમિતાભ બચ્ચન, સંજય દત્ત, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, ગોવિંદા, અક્ષય કુમાર સહિત અનેક દિગ્ગજ કલાકારો ત્યા પહોચ્યા. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રના અભિનયનુ કરિયર ઘણુ સારુ રહ્યુ. પોતાના સમયમાં તેમણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે અને સારી એવી કમાણી કરી. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો તેમની નેટવર્થ 450 કરોડ ની છે અને અનેક પ્રોપર્ટીના માલિક પણ છે.  આવામાં મિલકત અને પૈતૃક સંપત્તિ પર સૌથી વધુ હક કોણો છે, શુ કહે છે કાયદો ચાલો તમને બતાવીએ.  
 
ધર્મેન્દ્રની કુલ સંપત્તિ 
 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધર્મેન્દ્રની કુલ સંપત્તિ ₹335 થી ₹450 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે, જેનો મોટો હિસ્સો તેમની શાનદાર અભિનય કારકિર્દી અને લોનાવલામાં 100 એકરના ફાર્મહાઉસ સહિત નોંધપાત્ર રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાંથી આવે છે. તેમની સંપત્તિ તેમની કંપની "વિજેતા ફિલ્મ્સ", ફિલ્મ નિર્માણ અને "ગરમ ધરમ ધાબા" જેવા રેસ્ટોરન્ટ્સ સહિતના વ્યવસાયિક સાહસોમાંથી પણ આવે છે.
 
ધર્મેન્દ્રના થયા હતા બે લગ્ન 
ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરથી તેમને બે પુત્રીઓ, વિજયા અને અજિતા દેઓલ છે. તેમને બે પુત્રો, સની દેઓલ અને બોબી દેઓલ પણ છે. તેમના બીજા લગ્ન હેમા માલિની સાથે થયા હતા, જેમની સાથે તેમને બે પુત્રીઓ, એશા દેઓલ અને આહના દેઓલ છે. જ્યારે ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા, ત્યારે તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર હજુ જીવિત હતી અને છૂટાછેડા લીધા ન હતા.
કોને મળશે સંપત્તિનો હક  
 
વર્ષ 2023ના નિર્ણય મુજબ જો કોઈ વ્યક્તિની પહેલી પત્ની જીવિત છે અને છુટાછેડા થયા નથી તો હિન્દુ મેરેજ એક્ટ ધારા 16 (1) of HMA  ના હેઠળ બીજા લગ્ન અમાન્ય માનવામાં આવશે.  આ સાથે પહેલા લગ્નથી થયેલા બાળકોનો પિતાની સંપત્તિ પર બરાબરનો હક રહેશે.  
 
પૈતૃક સંપત્તિ પર સીધો અધિકાર રહેશે નહીં 
કલમ 16 (1) હેઠળ, જો પિતા ફરીથી લગ્ન કરે છે, તો પહેલી પત્નીના બાળકોને પિતાની મિલકત પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવશે અને તેઓ તેના હકદાર બનશે. જોકે, પહેલી પત્નીના બાળકોના અધિકારો પિતાની મિલકત સુધી મર્યાદિત રહેશે, એટલે કે તેમને પૈતૃક મિલકત પર સીધો અધિકાર રહેશે નહીં.
 
હેમા માલિનીની પુત્રીઓનો પૈતૃક મિલકત પર અધિકાર રહેશે.
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની બે પુત્રીઓ, એશા અને આહના, તેમના પિતાની મિલકત અને પૈતૃક મિલકત પર અધિકાર રહેશે. કાયદાકીય દ્રષ્ટિએ, આને 'નોશનલ પાર્ટીશન' કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે પૈતૃક મિલકતમાં ધર્મેન્દ્રનો જે પણ હિસ્સો હશે તે તેના વારસદારોમાં સમાન રીતે વહેંચવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા