rashifal-2026

HBD Kishor Da - કિશોર કુમારે જ્યારે ખોલ્યુ પોતાના 4 લગ્ન પાછળનું રહસ્ય

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (07:57 IST)
HBD Kishor Da - બોલીવુડની ફિલ્મોમાં પોતાના ગીતોના જાદૂથી લોકોના દિલોમાં રાજ કરતા કોઈને આવડતુ હોય તો તે ફક્ત કિશોર કુમાર હતા. તેમના ગીત આજે પણ દિલ અને મગજને પોતાના વશમાં કરી લે છે.  કિશોર કુમારે પોતાના ગાયકીથી શ્રોતાઓના દિલ જીતવા ઉપરાંત પોતાને સંગીતના એક લેંજડ પણ બનાવી દીધા હતા. કિશોર કુમારે એક બે નહી પણ 4 લગ્ન કર્યા હતા. જો કે તેમના એક પણ લગ્ન ટકી શક્યા નહોતા. 
 
આજે તેમની પુણ્યતિથિ પર આવો જાણીએ તેમના વ્યક્તિગત જીવનની કેટલીક અજાણી અને ન સાંભળેલી વાતો વિશે... 
 
રુમા ગુહ ઠાકુરતા - તેમની પ્રથમ પત્ની રુમા ગૃહ ઠાકુરતા ઉર્ફ રુમા દેવી હતી. તે ખૂબ જ પ્રતિભાશાળી મહિલા હતી પણ તે વધુ દિવસ સુધી કિશોર કુમાર સાથે રહી ન શકી કારણ કે તે બંને જીંદગીને જુદા જુદા નજરથી જોતા હતા. કિશોર કુમારે કોઈ ઈંટરવ્યુ દરમિયાન બતાવ્યુ હતુ કે રુમા દેવી કેરિયર બનાવવા માંગતી હતી જ્યારે કે તે ઈચ્છતા હતા કે કોઈ તેમના ઘરની દેખરેખ કરે. 
 
તેથી એક દિવસ બંને પોતાના જુદા જુદા રસ્તે ચાલી નીકળ્યા.. 
 
મધુબાલા - બોલીવુડ અભિનેત્રી મધુબાલાના મામલે બધુ અલગ હતુ. તેમણે લગ્ન કરતા પહેલા જ કિશોર કુમાર જાણતા હતા કે તે ખૂબ બીમાર છે. પણ સોગંધ સોગંધ હોય છે. તેથી તેમણે પોતાની વાતનુ માન રાખ્યુ અને પત્નીના રૂપમાં તેને પોતાના ઘરે લઈ આવ્યા. ત્યારે પણ તેઓ જાણતા હતા કે મધુબાલા હ્રદયની જન્મજાત બીમારીથી મરી રહી છે. 
 
9 વર્ષ સુધી કિશોર કુમારે તેમની સેવા કરી. તેમણે મધુબાલાને પોતાની આંખો સામે મરતા જોઈ. 
 
યોગિતા બાલી - કિશોર કુમારે એક ઈંટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે યોગિતા બાલી સાથે તેમના લગ્ન એક મજાક હતા. તેમને નહોતુ લાગતુ કે યોગિતા લગ્નને લઈને ગંભીર હતી.  તે બસ પોતાની માતાને લઈને ઓબ્સેસ્ડ હતી. યોગિતા અહી રહેવા બિલકુલ માંગતી નહોતી. તે કહેતી હતી કે તમે આખી રાત જાગો છો અને પૈસા ગણો છો. તે બંને ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા. 
 
લીના ચંદાવરકર - ત્યારબાદ કિશોર કુમારે લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા. કિશોર કુમારના પોતાના પત્ની લીના વિશે કહેવુ હતુ કે તે એક જુદા પ્રકારની વ્યક્તિ હતી. જ્યારે પોતાના પતિને મારી નાખવામાં આવે તો તમે બદલાય જાવ છો. તમે જીંદગીને સમજવા લાગો છો. તમે વસ્તુઓની ક્ષણભંગુરતાને અનુભવ કરવા માંડો છો. લીના બિલકુલ એવી જ હતી. 
 
પણ લીના સાથે લગ્ન કર્યા પછી કિશોર કુમાર પોતે વધુ દિવસ રહ્યા નહી અને તેમનુ મોત થયુ. તેમના અંતિમ સમય સુધી લીના ચંદાવરકર જ તેમની ચોથી પત્ની હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments