લોકડાઉનમાં ફરી એકવાર ફિલ્મ ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બાસુ ચેટરજીનું નિધન થયું છે. તેમનું ગુરુવારે 93 વર્ષની વયે અવસાન થયું હતું. ફિલ્મ નિર્માતા અને ભારતીય ફિલ્મ અને ટીવી ડિરેક્ટર્સ એસોસિએશનના પ્રમુખ, અશોક પંડિતે છોટી બાત, રજનીગંધા, બાતો-બાતો મે, એક રુકા હુઆ ફૈસલા, ચમેલી કી શાદી જેવી યાદગાર ફિલ્મો બનાવનાર બાસુ દાના નિધનની પુષ્ટિ કરી હતી. બાસુ ચેટર્જીના અંતિમ સંસ્કાર આજે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
તેની ઉંમર 93 વર્ષની હતી. ભારતીય ફિલ્મ અને ટીવી ડાયરેક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અશોક પંડિતે ટ્વીટ કરીને તેમના મોતના દુ:ખદ સમાચાર શેર કર્યા છે. અશોક પંડિતે લખ્યું કે, “તમને એ જણાવતાં મને ખૂબ જ દુ:ખ થાય છે કે ફિલ્મમેકર બાસુ ચેટરજી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝમાં બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. તેમનું યોગદાન આ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી યાદી છે. તમને ખૂબ મિસ કરશું. પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાસુનો જન્મ રાજસ્થાનના અજમેરમાં થયો હતો અને તેણે ભારતીય સિનેમામાં પ્રશંસનીય કામ કર્યું હતું. જેમણે મુંબઈના એક અખબારમાં કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર બાસુ વિશે લખ્યું હતું કે, તે આગલા સમયમાં ભારતીય સિનેમાને મદદ કરનારા દિગ્ગજ ફિલ્મ નિર્માતા સાબિત થશે.