રાજયમાં અને ખાસ કરીને અમદાવાદ વધતા જતા કોરોનાનાન કેસોને લઇ મોડી રાતે દિલ્લી AIIMSના ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ AIIMSના ડાયરેક્ટરે જણાવ્યું છેકે, હોસ્પિટલમાં સારવાર સારી થઇ રહી છે. લક્ષણો જણાતા હોય તો ટેસ્ટ કરાવો.પોતાની અને બીજાની જીંદગી બચાવો. અહિંયા મોડા દાખલ થાય છે તેથી મૃત્યુદર વધ્યો છે. વહેલી સારવારથી મૃત્યુદર ઘટી શકે છે. લક્ષણ દેખાય તો લોકો તુરંત ટેસ્ટ કરાવે અને અહીંયા લક્ષણો લઈને દર્દી કોવિડ હોસ્પિટલમાં જાય છે. તો સ્ટાફ આટલા લક્ષણો પૂરતા નથી
હજી અઠવાડીયું રહીને આવો એમ કહીને પાછા ધકેલે છે. ઉંમરલાયક લોકો અને ખાસ જેઓને બીમારી છે તેવા લોકોનું ધ્યાન રાખવું જોઇએ. લક્ષણ દેખાય તો તરત સારવાર માટે જવું જોઇએ. આજે સવારે 9 વાગ્યે ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી છે. આરોગ્ય વિભાગના સચિવ ડો. જ્યંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ.એમ. પ્રભાકર સહિતના સિનિયર ડોકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠક ચાલુ થઈ છે. ડો.રણદીપ ગુલેરીયા અને મનીષ સૂનેજાએ અમદાવાદ મેડી સિટી કેમ્પસમાં અસ્મિતા ભવન ખાતે સ્થાનિક તબીબો સાથે બેઠક યોજી તેમનું માર્ગદર્શન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.